વલસાડ,હોસ્પિટલ માં જગ્યા મેળવવા માટે દર દર ભટકતા દરદીઓ ની અસહ્ય પીડા જાેઈ ને દ્રવીત થયેલા વલસાડ કલેકટર આર આર રાવલે એન્જીનીયરીંગ કોલેજ માં ૩૦૦ બેડ ના ક્ષમતા વાળા કોવિડકેર સેન્ટર નું નિર્માણ કર્યું છે રાવીવારે ૧૦૦ બેડ થી આ કોવિડકેર નો પ્રારંભ કરવા માં આવ્યું હતું કોવિડકેર સેન્ટર શરૂ થતાં પ્રજા માં રાહતનો અનુભવ થયો હતો.

વલસાડ જિલ્લા માં કોરોના વાઇરસે મૃત્યુપાસ માં દબોચી સંક્રમિત દરદીઓ ને ઝડપથી મોતને ઘાટ ઉતારી રહ્યો છે. સંક્રમિત દરદીઓ થી વલસાડ સિવિલ જ નહીં જિલ્લા માં આવેલ તમામ ખાનગી હોસ્પિટલો પણ ઉભરાઇ આવી છે હોસ્પિટલો માં બેડ ન હોવા થી નવા દરદીઓ ને એડમિટ કરવા માટે ના પાડી દેવાતા દરદીઓ એ વેઠવાનો વારો આવ્યો છે જિલ્લા ની કોઈ પણ હોસ્પિટલ એડમિટ કરવા માટે સ્વજનો પોતા ના દરદીને લઈને દર દર ભટકવા મજબુર બન્યા છે એવા કપરા કાળ માં વલસાડ ના જાંબાઝ દયાવાન કલેકટર આર આર રાવલ લોકો ને બચાવવા સતત આરોગ્ય તંત્ર સહિત વહીવટી તંત્ર ની કામગીરી પર નજર રાખે છે દરડીઓની પીડા ને ધ્યાન માં રાખી અવાર નવાર સિવિલ હોસ્પિટલ ની મુલાકત લેતા હોય છે.