વડોદરા ઃ સ્થાનિક ઉદ્યોગપતિઓને રેલવેના વિવિધ ઉપકરણોના નિર્માણ માટે જાેડવાના ઉદ્દેશ સાથે પશ્ચિમ રેલવેના વડોદરાના ડિવિઝન દ્વારા ઈલેકટ્રીક લૉકોશેડ ખાતે રેલવેમાં ઉપયોગી વિવિધ રેલ ઉપકરણોની પ્રદર્શનીનો પ્રારંભ અપરમંડલ રેલ પ્રબંધક એ.કે.સિંગ દ્વારા કરવામાં આવ્યો હતો. આ એક્ઝિબિશન તા.રરમી જાન્યુઆરી સુધી ખૂલ્લું રહેશે. મેક ઈન ઈન્ડિયા તેમાંય સ્થાનિક ઉદ્યોગોને રેલવેના વિવિધ ઉપકરણોના નિર્માણ સાથે જાેડવા માટે રેલવે દ્વારા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોચિસ, વેગન, સિગ્નલિંગ, ટેલિકોમ્યુનિકેશન, દુરસંસાર અને ટ્રેક સંબંધિત ૮૦ જેટલા ઉપકરણો ૭પ જેટલા વેન્ડરોને પ્રદર્શનીના ઉદ્‌ઘાટન બાદ પ્રથમ દિવસે બતાડવામાં આવ્યા હતા.