હરિદ્વારમાં કુંભમેળાનો આરંભ: પહેલું શાહી સ્નાન મહા શિવરાત્રીએ
04, માર્ચ 2021

દિલ્હી-

દેવભૂમિ ઉતરાખંડમાં કુંભમેળાનો આરંભ થઈ ગયો છે. દેશભરમાંથી લોકો પવિત્ર ગંગામાં આસ્થાની ડુબકી લગાવવા આવી પહોંચ્યા છે. કુંભમેળામાં સૌથી વધુ આકર્ષણ અને મહત્વ શાહી સ્નાનનું હોય છે જેમાં દેશ-દુનિયાના લોકોની સાથે સાથે અખાડાના સાધુઓ શાહી સ્નાન કરતા હોય છે. શાહી સ્નાન માટે નીકળતી અખાડાઓની યાત્રા ભવ્ય અને આકર્ષક હોય છે. જેમા ભારતની સમૃદ્ધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાની ઝલક જોવા મળે છે.

લલાટ પર ત્રિપુંડ, શરીરમાં ભસ્મ લગાવેલા નાગા બાવાઓનો હઠયાંગ હોય કે સાધના, વિદ્વાનોના પ્રવચન, અખાડાના લંગર, અધ્યાત્મ અને ધર્મ પર ચર્ચા બધું કુંભમેળામાં જોવા મળે છે.હરિદ્વાર કુંભમેળામાં પ્રથમ શાહી સ્નાન 11મી માર્ચે ગુરુવારે છે. ખાસ બાબત એ છે કે આ દિવસે મહા શિવરાત્રી છે.બીજું શાહી સ્નાન 12 એપ્રિલ સોમવારે છે. આ દિવસ પણ મહત્વનો છે. કારણ કે આ દિવસ સોમવતી અમાસ છે. આ દિવસે લોકો અહીં પિતૃઓનું તર્પણ કરે છે.

પિતૃઓની તૃપ્તિ માટે પીંડદાન કરવામાં આવે છે. ત્રીજું મુખ્ય શાહી સ્નાન 14 એપ્રિલે બુધવારે છે. આ દિવસ મેષ સંક્રાંતિ છે. આ દિવસે દેશ-દુનિયામાંથી આવેલા સાધુ સંતો પવિત્ર ગંગામાં આસ્થાની ડુબકી લગાવે છે, જયારે ઓછું અને અંતિમ શાહી સ્નાન 27 એપ્રિલ મંગળવારે વૈશાખી પુનમે થશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution