કેશોદથી મુંબઇ કોમર્શિયલ હવાઇ સેવાનો પ્રારંભ
17, એપ્રીલ 2022

જૂનાગઢ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્યન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના હસ્તે આજે કેશોદ એરપોર્ટ ખાતે કેશોદથી મુંબઇ વચ્ચે કમર્શિયલ હવાઇ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સાથે કેશોદ એરપોર્ટ પર હવાઇ સેવાઓ માટેની આધુનિક સેવાઓનુ પણ ઉદ્‌ઘાટન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, આત્મ ર્નિભર ગુજરાતથી આત્મ ર્નિભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા પરિવહન ખાસ કરીને હવાઈ પરિવહનનો વિકાસ અગત્યનો છે. ગુજરાતનો પર્યટન વિકાસ પણ તેના મૂળમાં છે. આ સંકલ્પ થી સિદ્ધિ માટે વડાપ્રધાનનરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં વ્યાપક એર કનેક્ટીવીટી પ્રસ્થાપિત થઇ રહી છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાનની ર્દિઘ દ્રષ્ટી હેઠળ ગલોબલ વોર્મિંગની અસરોને ખાળવા કુદરતી સંશાધનોના સમતોલ ઉપયોગ અને સૂર્ય ઉર્જા માટેના પ્રોજેક્ટ આજે આપણને આજની સ્થિતિમાં ઉપયોગી બની રહ્યા છે તેમ જણાવી વડાપ્રધાનની આગવી દ્રષ્ટી હેઠળ દેશ આગળ વધી રહ્યો છે તેમ જણાવ્યુ કહ્યુ હતું. મુખ્યમંત્રીએ કહ્યુ કે, કેશોદમાં વિમાન સેવા શરૂ થતા પ્રવાસનને તેમજ ઔદ્યોગિક વિકાસને વેગ મળશે. વધુમાં તેઓએ કહ્યુ કે, આર્ત્મનિભર ગુજરાત થી આત્મ નીર્ભર ભારતના સંકલ્પમાં હવાઇ સેવાની કનેક્ટીવીટી ખુબ જ અગત્યની છે. મુખ્યમંત્રીએ કેશોદ એરપોર્ટ ખાતે વિમાન સેવા ઝડપથી શરૂ કરવા અંગે કેન્દ્ર સરકારનો ખાસ કરીને નાગરિક ઉડ્યન મંત્રીશ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનો આભાર માન્યો હતો.

દરેક ગામના ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું જૂનાગઢ ખાતેથી આહ્વાન

ધી ગુજરાત રાજ્ય સહકારી બેંક લી. અમદાવાદના સહયોગથી ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી. જૂનાગઢ બ્રાન્ચ દ્વારા આયોજીત ખેડૂત મહિલા ઉત્કર્ષ શિબિરમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતેથી નવિનીકરણ કરાયેલ પ્રાંચી શાખાનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું.મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આપણે ત્યા સૈકાઓથી નારી શક્તિના પુજનની પરંપરા રહેલી છે. ગુજરાતની ૩ જેટલી દિકરીઓએ ઓલમ્પિકમાં અને ૩ દિકરીઓ પેરા ઓલમ્પિકમાં ભાગ લઇ પુરવાર કર્યુ છે કે, જાે તક મળે તો નારી શક્તિ પોતાનું કૌવત બતાવી જાણે છે.મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે. પ્રાકૃતિક ખેતી દ્વારા ધરતી માતાનું આરોગ્ય જાળવીએ તેના થકી જ માનવ જીવનનું આરોગ્ય જળવાશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution