વડોદરા, તા.૧૮ 

વડોદરા સેન્ટ્રલ જેલમાં વિવિધ ગુનાઓમાં સજા ભોગવતા ૧૨ જેટલા કેદીઓને કોવિડ - ૧૯ અંતર્ગત ૬૦ દિવસના વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યા બાદ ગુજરાત હાઇકોર્ટના હુકમથી વધુ ૪૫ દિવસ મુદ્દતનો વધારો કરાયો હતો. જાેકે જામીન મેળવ્યા બાદ જેલમાં પરત હાજર ન થતાં આ કેદીઓ વિરૂદ્ધ જ્યુડીશિયલ જેલરે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ તમામ કેદીઓ સ્ત્રી અત્યાચારના ગુનામાં સજા ભોગવતા હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. વડોદરા સેન્ટ્રલ જેલમાં સ્ત્રી અત્યાચારના ગુનામાં દાહોદના હિરોલાગામે રહેતો હિમંત ભાભોર, નડીયાદના સલુણાગામે રહેતો સુરેશ ઠાકોર, ગોધરાના અમપુરા ગામે રહેતો મહેશ સોલંકી, હાલોલ નવાકુવા ગામે રહેતો સતિષ રાઠવા, અમદાવાદ અંબિકા મીલ પાસે રહેતો રીઝવાન મણિયાર, પાદરા વલાછરા ગામે રહેતો ભુપેન્દ્ર પઢીયાર, પાણીગેટ ખાણકાહે મોહલ્લામાં રહેતો ગુલામ નબી મન્સુરી, ગોધરા એકલીવાડી ખાતે રહેતો સહેજાદ યાયમન, ગોધરા હાફિઝ પ્લોટ ખાતે રહેતો અબ્દુલ કાદિર ભટુક, ગોધરા વેજલપુર રોડ પર રહેતો આસિફ સમોલ, ગોધરા ઇમરાન મસ્જીદ પાસે રહેતો ઇરફાન કાચબા તથા યામાન ટુંકા નામના કેદીઓને કોવિડ - ૧૯ અંતર્ગત ૬૦ દિવસના વચગાળાના જામીન આપવામાં આવ્યા હતાં. બાદ ગુજરાત હાઇકોર્ટના હુકમથી વધુ ૪૫ દિવસની મુદ્દતનો વધારો કરાયો હતો. જાેકે જામીન મેળવ્યા બાદ કેદીઓની મુદ્દત પુરી થઇ હોવા છતા તેઓ જેલમાં હાજર થયા ન હતાં. જેથી જ્યુડીશિયલ જેલર સી.જે.ગોહિલે રાવપુરા પોલીસ મથકે ૧૨ કેદીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગઇકાલેે વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા મહિલા અત્યાચાર, સિનિયર સિટીઝનની મદદ માટે મહિલા સી-ટીમની રચના કરી છે અને તેનો પ્રારંભ રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યો હતો. તેવા સમયે સેન્ટ્રલમાંથી વચગાળાના જામીન મેળવનાર ૧૨ કેદીઓએ સ્ત્રી અત્યાચારના આરોપીમાં જ સજા ભોગવી રહ્યા હતાં. જે જામીન મુદ્દત પુરી થયે જેલમાં હાજર ન થતાં તેની તપાસ કોણ કરશે? સી.ટીમ કે રેગ્યુલર પોલીસ એ ચર્ચાનો વિષય બન્યો હતો.