ગોધરા. ગોધરા તાલુકાના જુનિધરી ગામે લગ્ન પ્રસંગમાં વરઘોડા દરમિયાન લોકોએ માસ્ક નહીં પહેરી તેમજ સોશિઅલ ડિસ્ટન્સ નહીં જાળવી સરકાર ના જાહેરનામા નો ખુલ્લેઆમ ભંગ કરતા કાંકણપુર પોલીસે ૨૦ જેટલા વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

હાલમાં વૈશ્વિક કોરોના મહામારી ના કારણે સરકાર દ્વારા લગ્ન પ્રસંગ માં ૫૦ કરતા વધુ માણસો એકત્રિત નહીં કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ત્યારે આ જાહેરનામા નો ખુલ્લેઆમ ભંગ ગોધરા તાલુકાના જુનિધરી ગામે લગ્ન પ્રસંગ દરમિયાન જાેવા મળ્યો હતો.લગ્ન પ્રસંગ દરમિયાન વરરાજા નો વરઘોડો ગામમાં ફેરવવામાં આવ્યો હતો.જેમાં લોકો ડી.જે.ના તાલે મન મૂકી નાચ્યાં હતા.જેની સાથે સાથે લોકો માસ્ક વગર અને સોશિઅલ ડિસ્ટન્સ નો સરેઆમ ભંગ કરતા વાયરલ થયેલા વિડીઓ માં જાેવા મળ્યા હતા.ત્યારે વરઘોડા નો વાયરલ વિડીઓ પોલીસ ના ધ્યાનમાં આવતા કાંકણપુર પોલીસે લગ્નના આયોજકો તેમજ અન્ય મળી કુલ ૨૦ કરતા વધુ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો પરવાનગી વગર યોજવામાં આવેલા લગ્ન પ્રસંગમાં પોલિસે વરરાજા અને તેના પિતા તેમજ દાદા સહિત ના લોકો સામે ફરિયાદ નોંધી હતી.