છોટાઉદેપુર : છોટાઉદેપુર નગર પાલિકા ના પ્રમુખ નરેન જયસ્વાલ ના ધર્મપત્ની અને પૂર્વ પાલિકા પ્રમુખ નેહાબેન , તેમના પુત્રવધુ, પૌત્ર અને ઘરકામ કરતી બહેન ને કોરોના પોઝેટીવ આવ્યો હોવા છતાં સરકારી ગાઈડ લાઈન મુજબ હોમ કોરોન્ટાઇન હોવા છતાં મહિલા ઉત્કર્ષ યોજના ના સરકારી કાર્યક્રમ માં હાજરી આપી હતી. 

પોતાના ઘરે છ સભ્ય માંથી ચાર સભ્યોને કોરોના પોઝેટીવ આવ્યો હોવા છતાં પોતે છોટાઉદેપુર નગરના પ્રથમ નાગરિક અને પાલિકા પ્રમુખ હોવા છતાં બેજવાબદારી પૂર્ણ વર્તન રાખી કોરોનટાઇન ગાઇડલાઇન નો ભંગ કર્યો હતો. સદર કાર્યક્રમમાં વડોદરાના ધારાસભ્ય જીતુભાઇ સુખડીયા, જિલ્લા કલેકટર સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ સહીત આગેવાનો તેમજ અધિકારીઓ તેમજ ૨૦૦ જેટલા નાગરિકો હાજર રહ્યા હતા. આ તમામ ના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી પાલિકા પ્રમુખ સ્ટેજ ઉપર બેસવાના મોહમાં ધારાસભ્યની બાજુમાં બેઠા હતા. જેની નોંધ લોકસત્તા જનસત્તા એ લઇ આ બનાવને ઉજાગર કર્યો હતો.આરોગ્ય વિભાગ , સરકારશ્રીની ગાઇડલાઇન અને જિલ્લા કલેકટર ના જાહેરનામા નો ભંગ કરવા બદલ તથા લોકોના જીવને જોખમમાં મુકવા બદલ આઇપીસી ૧૯૬૦ ની કલમ ૧૮૮, સી.આર.પી.સી. સંબંધિત સેક્શન, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૫૫ ની કલમ ૫૧ થી ૫૮ અને કલમ ૩૦ તથા ૩૪, એપેડેમિક ડિસીઝ એક્ટ ૧૮૯૭ અને એપેડેમિક ડિસીઝ એક્ટ એમેડમેન્ટ ઓર્ડિનન્સ ૨૦૨૦ ની કલમ ૧૧ અને એક્ટ ને સંબન્ધિત કલમો હેઠળ શહેરી આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર તબસ્સુમ પીંજારા એ ફરિયાદ નોંધાવી હતી.