વાઘોડિયા, તા.૧૦ 

વાઘોડિયાના કોટંબી પારસ ફ્લોર મીલમાંથી ૩૧ જુલાઈ ૨૦૨૦ના રોજ વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી છ જેટલા વાહનોમા જડપેલો ઘઊંની બોરીનો મોટાભાગનો જથ્થો સરકારી સસ્તા અનાજનો હોવાનો પુરવઠા વિભાગ ધ્વારા પુષ્ટી કરાતા કૌભાંડનો પર્દાફાશ થયો છે.

અનાજ સગેવગે કરવા દલાલો અને વેપારીઓ ની મિલીભગતથી ખોટાં બિલો બનાવી સસ્તા અનાજના સંચાલકો પાસેથી, સરકારી દુકાનોમાંથી અનાજનો જથ્થો એકઠો કરી પારસફ્લોર મિલમાં પહોંચાડી સગેવગે કરવાના કૌભાંડનો વડોદરા ગુન્હાશોઘક શાખાએ પર્દાફાશ કર્યો હતો. આ મામલે પોલીસે ૩ વેપારી સામે વાઘોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ શરૂ કરી હતી.

એલ. સી. બી પોલીસે પારસ ફ્લોર મિલમાં દરોડો પાડ્યો હતો. જેમા ૧૦૬૭ ઘઊની બોરી જેની કિંમત -૯, ૮૩, ૫૪૫ તથા ૬ વાહન કિંમત-૪૦ લાખ સહિત કુલ મુદ્દામાલ ૫૨૧૫૦૪૫/- નો કબ્જે કરાયો હતો.