અમદાવાદ-

અંબાજીથી નારણ સરોવર રૂટની બસ થરાથી રાધનપુર તરફ જઈ રહી છે. જેમાં ક્ષમતા કરતા વધુ મુસાફરી બેસાડીને સરકારની ગાઇડલાઇનનો ભંગ થઈ રહ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી આ બસ રાધનપુર ડેપોમાં આવતા પોલીસે તપાસ કરી હતી. જેમાં કુલ 51 મુસાફરો બેસાડવામાં આવ્યા હતા. 39 મુસાફરો કે જેમને રિઝર્વેશન કરાવ્યું હતું. જ્યારે અન્ય મુસાફરોને રૂટ પરથી આવતા સ્ટેન્ડ પરથી બેસાડવામાં આવ્યા હતા. સરકારની ગાઇડલાઇન મુજબ બસમાં ક્ષમતા કરતા 75% મુસાફરોને બેસાડવાના હોય છે. જેથી આ બસમાં કુલ 39 મુસાફરોને જ બેસાડી શકાય. પરંતુ ક્ષમતા કરતા 12 મુસાફરો વધુ બેસાડ્યા હોવાથી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થઇ રહ્યો હોવાનું જોવા મળ્યું હતું. પોલીસે આ સમગ્ર મામલે બસના કંડકટર વિરુદ્ધમાં ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી કરી છે. કોરોનાના કહેરનો બીજો રાઉન્ડ હવે શરૂ થઈ ગયો છે. દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા કેટલીક ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. જો કોઈ આ ગાઇડલાઇનનો ભંગ કરતા નજરે પડે તો તેની સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. એસટી બસમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર બેસાડ્યા હોવાની જાણ થતાં જ રાધનપુર પોલીસે બસના કંડકટર વિરુદ્ધમાં કાર્યવાહી કરી છે.