વાંસદાના વિદ્યાર્થીઓને પડતી સમસ્યા હલ કરવા એસટી વિભાગને ફરિયાદ
26, માર્ચ 2021

વાંસદા. ગુજરાત એસ.ટી નિગમ દ્વારા જાહેર જનતા માટે વાહન વ્યવહારની સુવિધા આપવામાં આવે છે, જાે કે કેટલાક બસ ચાલકોની બેજવાબદારી ના લીધે વાંસદા પંથક ની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત લોકો આ સુવિધાથી વંચિત રહી જતા હોય છે. વહેલી સવારે શાળામાં જવા માટે સ્કુલ યુનિફોર્મ સાથે ઉભેલા વિદ્યાર્થીઓએ વલસાડથી આહવા જતી બસ અને બીલીમોરા આહવા બસને હાથ બતાવ્યો છતાં ચાલકે બસને ઉભી ન રાખી પુરપાટ ઝડપે દોડાવી મૂકી હતી. રોજ બરોજ આવી ફરિયાદને લઈને આવા બેદરકાર બસ ચાલકોને કારણે યોગ્ય સમયે શાળામાં ન પહોંચતા વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર પડે છે અને લોકો સમયસર કામની જગ્યાએ પહોંચવા ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. અવારનવાર જાેવા મળતી આ પ્રકારની સમસ્યા અને બસના ચાલકોની વર્તણુકને લઈને એસ.ટી મુસાફરી કરતા સ્થાનિક લોકોએ વાંસદાના આગેવાન અને જિલ્લા પંચાયતના શાસકપક્ષના નેતા શિવેન્દ્રસિંહ સોલંકીને રજુઆત કરતા તેઓએ એ.ટી વિભાગ વલસાડના ડિવિઝન કંટ્રોલર અધિકારીને આવા ચાલકો દ્વારા થતી આ પ્રકારની બેદરકારી ન ચલાવી લેવા યોગ્ય સૂચના આપી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution