સંપૂર્ણપણે વેક્સિનેશન કરાવી ચૂકેલું અમેરિકા માસ્કથી થયુ મુક્ત
28, એપ્રીલ 2021

અમેરિકા

કોરોના મહામારીના સંકટનો બહુ ખરાબ રીતે સામનો કરી ચુકેલા અમેરિકામાં હવે સ્થિતિ સામાન્ય બની રહી છે. અમેરિકાના સ્વાસ્થ્ય અધિકારીઓના કહેવા પ્રમાણે સંપૂર્ણપણે વેક્સિનેટેડ થઈ ચુકેલા અમેરિકનોએ ભારે ભીડ સિવાયની જગ્યાઓએ માસ્ક પહેરવાની જરૂર નથી.

અનેક અમેરિકનોએ કોરોના સંક્રમણમાં પોતાનો જીવ ગુમાવ્યો છે પરંતુ હવે અમેરિકાની સ્થિતિ સુધરી રહેલી જણાય છે. વેક્સિનેશન બાદ અમેરિકામાં બધુ પહેલા જેવું બની રહ્યું છે. અમેરિકાની પ્રમુખ સ્વાસ્થ્ય સંસ્થા સીડીસીએ સ્પષ્ટપણે કહ્યું છે કે, સંપૂર્ણપણે વેક્સિનેશન કરાવી ચુક્યા હોય તેવા અમેરિકનોએ અજાણ્યા લોકોની ભારે ભીડ હોય તેવા સ્થળોને છોડીને અન્ય જગ્યાએ માસ્ક પહેરવાની જરૂર નથી.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પણ ટ્વીટમાં લખ્યું હતું કે, COVID-19 સામેની લડાઈમાં આપણે જે અસાધારણ પ્રગતિ કરી છે, તેના કારણે CDCએ આજે મોટી જાહેરાત કરી છે. બાઈડને લખ્યું હતું કે, 'જો તમે સંપૂર્ણપણે વેક્સિનેશન કરાવી ચુક્યા છો તો તમારે ભીડભાડવાળી જગ્યા છોડીને બાકીની જગ્યાએ માસ્ક લગાવવાની આવશ્યકતા નથી. તમારા અને તમારી આજુબાજુના લોકોનો જીવ બચાવવા માટે વેક્સિનેશન જરૂરી છે.'

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution