અંકલેશ્વર એઆઈએ ઇન્ડસ્ટ્રીયલ ત્રિદિવસીય એક્સ્પોની પુર્ણાહૂતિ
08, ફેબ્રુઆરી 2021

અંક્લેશ્વર, અંકલેશ્વર જીઆઇડીસીમાં ડી.એ. આનંદપુરા સાંસ્કૃતિક અને રમત ગમત સંકુલ ખાતે ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનો ત્રિ દિવસીય ૧૧ માં ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ, જેની પુર્ણાહુતી તારીખ ૬ ઠ્ઠી ફેબ્રુઆરીના રોજ થઇ હતી. જીઆઇડીસી માં ૧૧ માં ઇન્ડસ્ટ્રીયલ એકઝીબીશન ની શરૂઆત તારીખ ૪ થી ફેબ્રુઆરી ના રોજ થઇ હતી.કોરોના મહામારી ના કપરા સમયમાં ઇન્ડસ્ટ્રીઝ એક્ઝિબિશન માટે ઉદ્યોગ મંડળ દ્વારા ડિસેમ્બર મહિના થી આયોજન કરવામાં આવી રહ્યુ હતુ અને છેલ્લા દોઢ બે મહિના ના પ્રયત્નો સફળ થયા હતા.આ મેગા પ્રદર્શન માં નાના મોટા થઈને ૧૨૦ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.એક્સ્પો માં અંદાજીત ૩૦૦૦૦ વ્યવસાયિકો એ મુલાકાત લીધી હતી, કોરોના સંક્રમણની ગાઈડ લાઈન વચ્ચે મર્યાદિત સંભવિતાઓ સાથે યોજાયેલા ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો ની ફલસૂત્રી વિવિધ પ્રદર્શનકારી ઓ માટે પ્રોત્સાહનરૂપ બની ગઈ હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution