મુંબઇ-

દેશમાં કોરોના સંક્રમણમાં હવે થોડો વિરામ જેવા આંકડાઓ આવી રહ્યા છે પરંતુ તેની સાથોસાથ ત્રીજી લહેર માટે પણ ચિંતા વ્યકત કરી રહી છે અને ખાસ કરીને ત્રીજી લહેરમાં બાળકોને પણ સંક્રમણ પણ લાગી શકે છે તેવા નિષ્ણાંતોના અભિપ્રાય બાદ ભારત સરકારે મુંબઇ મહાનગર પાલિકાને કોરોનાના દરેક જમ્બો સેન્ટરમાં બાળકો માટે ખાસ બેડ રીઝર્વ રાખવા સુચના આપી છે મુંબઇ મહાનગરપાલિકા દ્વારા વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને અંધેરી, સાયન, ગોરેગાંવ અને મલાડમાં બાળકો માટે ખાસ વોર્ડ તૈયાર કરવા નિર્ણય લેવાયો છે અને ત્યાં બાળકોની સાથે તેના માતા પિતા પણ રહી શકે તે ચિંતા કરવામાં આવી છે.

સંક્રમણ રોગોના નિષ્ણાંતના જણાવ્યા મુજબ કોરોનાની પ્રથમ લહેરમાં ફકત 1 ટકા બાળકોને સંક્રમણ લાગ્યુ હતું બીજી લહેરમાં તે સંખ્યા વધીને 3 ટકા થઇ છે અને લાગે છે કે હવે ત્રીજી લહેર બાળકો માટે વધુ ચિંતા જનક હશે મુંબઇમાં અત્યાર સુધીમાં 9 વર્ષ સુધીના 11889 બાળકો સંક્રમિત થયા છે જેમાં 17ના મૃત્યુ થયા છે જયારે 10 થી 19 વર્ષ સુધીના 30570 બાળકો સંક્રમિત થયા હતા અને 35 મૃત્યુ પામ્યા છે. મુંબઇ મહાનગરપાલિકા કે જેણે કોરોનાની સારી કામગીરીમાં કરીને રાષ્ટ્રીય સ્તરે પણ પ્રશંસા મેળવી છે તેને સંભવિત ત્રીજી લહેર માટે અને ખાસ કરીને બાળકો માટે આ તૈયારીઓ કરી છે. હાલ ચાર પરાના વિસ્તારોમાં આ વ્યવસ્થા છે પણ ધીમે ધીમે તે દરેક પરાના વિસ્તારોમાં આ પ્રકારની વ્યવસ્થા ગોઠવશે આ ઉપરાંત મુંબઇ મહાનગરપાલિકા હસ્તક ર8 પ્રસુતિ ગૃહમાં પણ આ પ્રકારની સુવિધા ઉભી કરાશે. બાળકો અને તેના માતા પિતા એક જ સેન્ટરમાં રહી શકશે જોકે માતા પિતા તેની નજીક નહીં જઇ શકે પરંતુ બંને વચ્ચે વિડીયો કોન્ફરન્સ જેવી વ્યવસ્થા કરવામાં આવશે. હાલમાં જોગેશ્વરીમાં 30 બેડની એક મોડેલ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે જયાં ઓકસીજન સીલીન્ડર ઉપરાંત બાળકોને મનોરંજન તથા રમકડા પણ મળી રહેશે અને દિવાલો પર કાર્ટુન બનાવવામાં આવ્યા છે