અમદાવાદ-

અમદાવાદમાં એક બાજુ કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે, તો બીજી બાજુ તંત્રએ ૨૭ વિસ્તારોમાં રાત્રે ૧૦.૦૦ વાગ્યા પછી દુકાનો પર તાળા મારવાનું ફરમાન કર્યુ છે. આ બધાની વચ્ચે અમદાવાદમાં વધી રહ્યા છે ચિકનગુનિયાના કેસ. દરેક સોસાયટી મહોલ્લામાં એક સાથે સૌથી વધારે કેસ મળી રહ્યા છે. અમદાવાદ કોર્પોરેશનના આંકડા પ્રમાણે અમદાવાદમાં સપ્ટેમ્બર મહિનામાં ૧૨૩૪ જેટલા કેસ નોંધાયા છે. પરંતુ હકીકત કંઇક અલગ છે. આ જાણવા અમે તપાસ કરી તો માલૂમ થયું કે અમદાવાદ ના ૪૮ વોર્ડમાં આશરે રોજના આશરે ૩૦૦ થી ૪૦૦ કેસ ચિકનગુનિયા ના સામે આવે છે એટલે કે રોજ ના ૩૦૦ થી ૪૦૦ કેસ આવે છે.

વરસાદ બાદ અમદાવાદ શહેરની હાલત જે પ્રકારે છે તે હાલત કદાચ આ પહેલા ક્્યારેય નહોતી વર્ષ ૨૦૨૦માં અમદાવાદ શહેરમાં કોરોનાવાયરસ ના પ્રકોપ છે હવે ચીકનગુનિયા મેલેરિયા અને ડેન્ગ્યુના મરછરો નો ઉપદ્રવ વધી ગયો છે અમદાવાદ શહેરમાં દિવસે દિવસે ચિકનગુનિયાના કેસ વધી રહ્યા છે. ગુરુના વાયરસની કે અમદાવાદ શહેરના શહેરીજનો મ્યુનિસિપલ હોસ્પિટલમાં જતા નથી જેથી ચોપડે આં ક નોંધાતા નથી.નાના દવાખાના અને હોસ્પિટલમાં લોકો સારવાર માટે પહોંચે છે જેનો રિપોર્ટ અમદાવાદ મહાનગર પાલિકા પાસે નથી આવા કારણે ચોપડે તો આંખ ઓછા નોંધાય છે

ૃપરંતુ અસલી હકીકત કંઇક અલગ છે વેજલપુર વોર્ડમાં આવેલા ક્લિનિક ચલાવતા ડો.પ્રણવ શાહના કહેવા પ્રમાણે વેજલપુર વિસ્તારમાં સૌથી વધારે કેસ ભાનુ ફ્લેટમાંથી આવ્યા છે જેમાં ઓગસ્ટના અંતમાં એક સાથે ૨૦ થી ૨૫ જેટલા દર્દીઓ ચિકનગુનિયાના શિકાર હોવાનું સામે આવ્યું હતું. અમદાવાદમાં કોરોનાવાયરસના કહેર વચ્ચે કેટલાક લોકો એવા પણ છે કે જેઓ આયુર્વેદિક પદ્ધતિમાં માને છે. ચિકનગુનિયાના કેસમાં અમદાવાદ શહેરના ૭૦ ટકા લોકો આયુર્વેદિક પદ્ધતિથી ચિકનગુનિયાની દવા લેવાનું વધારે પસંદ કરે છે. આવા જ એ ક અમદાવાદી અમદાવાદના જાેધપુર રોડ પર રહે છે નામ છે તેમનું દિનેશ મજેઠીયા. માત્ર દિનેશ મજેઠીયા જ નહિ તેમના પુત્રને પણ ચિકનગુનિયા નો થયો હતો જેઓ આયુર્વેદિક પદ્ધતિથી સારવાર કરી રહ્યા છે.