28, જાન્યુઆરી 2021
દાહોદ
દાહોદ જિલ્લા ખાતે કોંગ્રેસમાં ખૂબ જ મોટા પાયે ધોવાણ થયો અને કોંગ્રેસ તથા આપના જિલ્લાના મુખ્ય આગેવાનો મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ભાજપમાં જાેડાયા હતા.લીમખેડા ખાતે સંસદ સભ્ય જશવંતસિંહ ભાભોર, ભાજપ જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમલીયાર, ભાજપ જીલ્લા મહામંત્રી સ્નેહલભાઈ ધરિયા, જિલ્લાના ચૂંટણી ઇન્ચાર્જ સુધીરભાઈ લાલપુરવાલાની હાજરીમાં મોટી સંખ્યામાં આ આગેવાનો પોતાના સમર્થકો સાથે જાેડાયા હતા. કોંગ્રેસ તથા આપ પાર્ટીમાંથી ભાજપમાં જાેડાનાર મુખ્ય આગેવાનોમા (૧)છત્રપતિ મેડા, (૨)નવલસિંહભાઈ બારીયા (તાલુકા પંચાયત સભ્ય),(૩)દિવ્યાંગ રાયસીંગ રાવત (વકીલ)તાલુકા કોંગ્રેસના મહામંત્રી તથા તાલુકા આઇ.ટી.સેલના પ્રમુખ, (૪)પાર્વતીબેન ડાંગી (આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ),(૫)મેહુલ કુમાર કનુભાઈ નીનામા (તાલુકા પંચાયત સભ્ય કારઠ-૨), (૬)સુનિલભાઈ મનુભાઈ નીનામા (યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ સરપંચ રુકડી), (૭)ગોપાલભાઈ પુંજાલાલ ધાનકા (કોંગ્રેસના જુના અને પીઠ રાજકારણી), (૮) ચંદ્રકાંતાબેન ગોપાલભાઈ ધાનકા, (૯)માસુમાબેન ગરબાડાવાલા (દાહોદ નગરપાલિકા વોર્ડ નંબર ૧ ના કોંગ્રેસના કાઉન્સિલર)(૧૦)ફૂલવંતીબેન માલ (પ્રમુખ મહિલા મોરચા સંજેલી), (૧૧)હિમાંશુ બબેરિયા પૂર્વ કોંગ્રેસના ઉમેદવાર,દાહોદ. આ રીતે રોજે રોજ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવા તેમજ રોજે રોજ કોંગ્રેસના થતા ધોવાણ માટે જિલ્લા તથા શહેરના સંગઠનના માળખાને મહત્તમ જવાબદાર લેખવામાં આવી રહ્યું છે. જેથી દાહોદ જિલ્લાના સંગઠન માળખાને જડમૂળથી બદલી નાખવાની તાતી જરૂર હોવાનો પક્ષના કાર્યકરોમાં ગણગણાટ છે.