12, ઓક્ટોબર 2020
અમદાવાદ-
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું, જેના પર હવે પેટાચૂંટણી યોજાઇ રહી છે. આ 8 માંથી 5 બેઠક માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની આધિકારિક જાહેરાત કરવામાં આવી છે. જેમાં અબડાસાથી શાંતિલાલ સંઘાણી, મોરબી થી જયંતિલાલ પટેલ, ધારીથી સુરેશ કોટડીયા, ગઢડાથી મોહનભાઇ સોલંકી અને કરજણથી કીર્તિસિંહ જાડેજા ચૂંટણી લડશે.
કોંગ્રેસે જાહેર કરેલ ઉમેદવારોની યાદી
ગઢડા : મોહનભાઈ સોલંકી
અબડાસા : શાંતિલાલ સંઘાણી
ધારી : સુરેશ કોટડીયા
મોરબી : જયંતિલાલ પટેલ
કરજણ : કીર્તિસિંહ જાડેજા
ભાજપે 8માંથી 7 ઉમેદવારોના નામ કર્યા જાહેર
અબડાસા - પ્રદ્યૂમનસિંહ જાડેજા
મોરબી - બ્રિજેશ મેરજા
ધારી - જે.વી.કાકડિયા
ગઢડા - આત્મારામ પરમાર
કરજણ - અક્ષય પટેલ
ડાંગ - વિજય પટેલ
કપરાડા - જીતુ ચૌધરી
8 બેઠકો પર ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાશે. 9 ઓક્ટોબરથી ઉમેદવારી માટે ફોર્મ ભરી શકાશે. 16 ઓક્ટોબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તો 19 ઓક્ટોબર ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. જ્યારે 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.