સુરત

સુરતમાં સુમુલ દૂધના ભાવ વધારાનો વિરોધ ઓછુ થવાનુ નામ લેતો નથી.ગઇ કાલે મફતમાં દૂધનું વિતરણ કરવામાં આવ્યુ તો આજે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ છે. સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુમુલ ડેરીના ચેરમેન માનસિંગભાઈ પટેલને રૂબરૂ મળી આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.


સુમુલ દ્વારા જે સુરત શહેર - જીલ્લા અને તાપી જિલ્લામાં જે અન્ય શહેરો કરતા દૂધના ભાવમાં ૨ રૂપિયાથી લઈ ૪ રૂપિયા સુધીનો ભાવ વધારો લેવામાં આવે છે તે પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.પશુપાલકોને કિલો ફેટ ૮૬ રૂપિયાને બદલે ૧૦૦ રૂપિયા ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી.જો તાત્કાલિક ધોરણે પ્રજા હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે તો સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી દિવસોમાં લોકોને સાથે રાખી જન આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.અને તેની સંપૂર્ણ જવાબદારી સુમુલના વહીવટ કર્તાઓનો રહેશે.

આ આવેદનપત્ર પૂર્વ વિપક્ષ નેતા પ્રફુલભાઈ ટોગડીયા, અશોકભાઈ આધેવાડા, દેવરાજભાઈ, દિનેશભાઈ સાવલિયા, સુરેશભાઈ સુહાગીયા, નિલેશભાઈ કુંભાણી,નિલેશભાઈ ડોંડા, સુરેશભાઈ પડસાલા,પંકજભાઈ રાછડીયા,રાજુભાઈ ભાલાળા, કનૈયાલાલ ઉનાગર, લલીત વ્યાસ,રાજુભાઈ ગલ, વિપુલભાઈ શેખડા,સંજયભાઈ ડાવરા,તુષારભાઈ આલગિયા,પ્રકાશભાઈ રાબડીયા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો તેમજ પુણા વિસ્તારની શાંતિનિકેતન સોસાયટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.