સાણંદ-

રાજ્ય સરકાર દ્વારા પાંચ વર્ષની ઉજવણીના વિવિધ કાર્યક્રમો રાજ્યના અલગ અલગ જગ્યાએ મનાવવામાં આવી રહ્યા છે, ત્યારે આજે રાજ્યમાં રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે રાજ્યના ૫૦,૦૦૦થી વધુ યુવાનોને નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા છે. ત્યારે સાણંદ ખાતે રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ દ્વારા રોજગારી દિવસની ઉજવણી પ્રસંગે હાજર રહ્યા હતા. તે દરમિયાન બેરોજગારી મુદ્દે ગુજરાત કોંગ્રેસ પર નીતિન પટેલ ભારી પડ્યા હતા. તેમણે જણાવ્યું કે કોંગ્રેસના કાર્યક્રમ પર કોંગ્રેસ વિરોધ કરી રહી છે.

શિક્ષણ સામે શિક્ષણનો વિરોધ કોંગ્રેસ કરી રહી છે. સરકારના કાર્યક્રમ સામે કોંગ્રેસ વિરોધ કરી રહી છે. કોંગ્રેસને વિકાસ પચતો નથી. જેના કારણે આ હાથકડાં અપનાવી રહી છે. વિદ્યાર્થીઓથી લઈ યુવાનો, ખેડૂતો કામદારોને રાજ્ય સરકાર મદદરૂપ થઈ રહ્યા છે. તેમ છતાં સરકારનું કામ કોંગ્રેસ જાેઈ શક્તિ નથી. પરંતુ હવે ગુજરાતની જનતા કોંગ્રેસને જાણી ચુકી છે. જનતા હવે કોંગ્રેસને તડીપાર કરી રહી છે. કોંગ્રેસના નેતા અને નેતાગીરી પણ આજે કોઈને વિશ્વાસ નથી. આજે ગુજરાતમાંથી જનતાએ કોંગ્રેસને તડીપાર કરી રહી છે.

સાણંદ ખાતે રોજગાર દિવસની ઉજવણી કરતા સમયે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, સાણંદ તમાકુ માટે વખણાતું હતું. જાે કે, હવે ઉદ્યોગોથી નવી ઓળખ મળી છે. ખેડૂતો અને રોજગારી માટેનું કામ સરકાર કરે છે. આજે રોજગાર દિવસની ઉજવણી કરાઈ રહી છે. ગુજરાત સમગ્ર દેશમાં ઔધોગિક રાજ્ય તરીકે અગ્રેસર છે. આજ ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે અનેક મોટી કંપનીઓ ગુજરાત આવી છે. આજે હજારો ઉધોગો ગુજરાતમાં સ્થપાયા છે. આજના રોજગાર દિવસે સમગ્ર ગુજરાતમાં ૬૨ હજાર યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરાયા છે. કોરોનાકાળમાં પણ ગુજરાતમાં મૂડી રોકાણ થયું છે. આગામી સમયમાં બેકારીનો દર ઓછો કરવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક છે. ગુજરાતમાં વધારે રોજગારી પુરી પાડવા સરકાર કામ કરી રહી છે.

નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના પ્રોત્સાહન કારણે આજે મોટા પ્રમાણમાં ઉદ્યોગો આવ્યા છે. ગુજરાતીઓને નોકરી મળે જ છે, પરંતુ અન્ય રાજ્યોના લોકોને પણ રોજગારી મળી છે. કોરોના વખતે ખ્યાલ આવ્યો કે, રાજ્ય બહારના ૧૫ લાખ શ્રમિકો માટે ટ્રેન વ્યવસ્થા કરવામાં આવી હતી. ૧૫ લાખ લોકો બિનગુજરાતી રાજ્યમાં રોજગાર માટે આવ્યા છે. પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ચોકીદારથી મેનેજર સુધી પગાર મળે તે અગત્યનું છે. રોજગાર ન હોય તો ખોટા વિચારો આવે અને કાયદો વ્યવસ્થા બગડે છે. પરંતુ આવું ન થાય તે માટે સરકારે યોજનાઓ થકી રોજગાર આપ્યો છે અને સારી વ્યવસ્થા અને પ્રોત્સાહન મળે તેવું કામ પણ કર્યું છે.