મુંબઇ,તા.૧૩

મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં તણાવના સંકેતો જાવા મળી રહ્યા છે. ગઠબંધનના ત્રણ સહયોગીઓમાંથી એક કોંગ્રેસ પ્રમુખ નિર્ણય લેવાની પ્રક્રિયા અને મહત્વપૂર્ણ બેઠકોમાં પોતાને સામેલ કરવા પ્રયત્ન કરી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ પ્રદેશ કોંગ્રેસના નેતા આ તથા અન્ય વિષયો અંગેની ચર્ચા કરવા આગામી સપ્તાહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની મુલાકાત લઈ શકે છે.

કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી એનસીપી અધ્યક્ષ શરદ પવાર સાથે કોવિડ-૧૯ વૈશ્વિક મહામારી અને ‘નિસર્ગ’ વાવાઝોડાથી પ્રભાવિત લોકોને રાહત આપવા સહિત અન્ય અનેક મુદ્દે ચર્ચા કરી રહ્યા છે જેના કારણે પ્રદેશ કોંગ્રેસને અલગ રાખવામાં આવતું હોવાની લાગણી જન્મી છે. કોંગ્રેસના એક નેતાએ જણાવ્યું કે, ‘કેટલાક મુદ્દાને લઈ પાર્ટીની અંદર નારાજગી છે જે અંગે તેઓ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવા માંગે છે અને તેનો ઉકેલ મેળવવા ઈચ્છે છે.’

કોંગ્રેસના અન્ય એક નેતાએ જણાવ્યું કે, ‘જ્યારે ગત વર્ષે નવેમ્બર મહીનામાં ત્રણેય દળની સરકાર રચાઈ હતી અને મંત્રીપરિષદે શપથ ગ્રહણ કર્યા હતા તે સમયે સત્તા અને જવાબદારીમાં સરખી ભાગીદારી હશે તેવો નિર્ણય લેવાયો હતો. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બાલાસાહેબ થોરાટ અને પીડબલ્યુડી મંત્રી અશોક ચવ્હાણ રાજ્યપાલ કોટાથી વિધાન પરિષદ નામાંકનો, રાજ્ય સરકાર દ્વારા સંચાલિત નિગમો અને બોર્ડમાં નિયુÂક્ત અને કોંગ્રેસ મંત્રીઓને પડી રહેલી મુશ્કેલી સાથે સંકળાયેલા મુદ્દે ચર્ચા કરવા સોમવારે ઠાકરે સાથે મુલાકાત કરશે.’