રાજકોટ, રાજકોટના કોંગ્રેસના બે કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલબેન ભારાઈએ આમ આદમી પાર્ટીમાં જાેડાયા છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદીએ બંને સામે નોટિસ ઇસ્યુ કરી છે. વશરામભાઈ અને કોમલબેન તમે બંને કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટાઇને કોર્પોરેટર બન્યા છો. હવે આપમાં જાેડાતા કોર્પોરેટરના પદ પરથી રાજીનામું આપી આપમાંથી ચૂંટણી લડો. બાકી ડિસક્લોલિફાઇડ કરવામાં આવશે. નોટિસમાં વધારેમાં જણાવ્યું છે કે, તમોએ રાજકોટ મનપાની સામાન્ય ચૂંટણી વર્ષ ૨૦૨૧માં વોર્ડ નં. ૧૫માંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું. તમોને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનું ચૂંટણીપંચને આપવાનું થતું ફોર્મ ક અને ખ આપ્યું હતું. આથી તમોને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનું ચિન્હ ‘હાથ’ (પંજાે) ફાળવવામાં આવ્યો હતો. આથી તમો કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને તમો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે વિજેતા થયા હતા. ત્યારબાદ તમો ૧૪ એપ્રિલના રોજ પક્ષના ચિન્હનો અનાદર કરી આમ આદમી પાર્ટીમાં જાેડાઈ ગયા છો બને કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટણી લડ્યા હોય અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા હતા. ત્યારે તમારા ચૂંટાયેલા પદ ઉપરથી રાજકોટ મનપાના કમિશનરને કોર્પોરેટર પદ પરથી રાજીનામું આપ્યા વિના આમ આદમી પાર્ટીમાં જાેડાઇ ગયા હોવાથી તમોએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ચિન્હનો અને ચૂંટણી અધિકારીને આપવામાં આવેલા મેન્ડેટનો અનાદર કર્યો છે.