નવનિયુક્ત વડોદરા શહેર કોગ્રેસ પ્રમુખ ઋત્વિજ જાેષીની આગેવાનીમાં મહેંગાઈ મુક્ત ભારત અભિયાન અંતર્ગત શહેરના અકોટા, સયાજીગંજ, માંજલપુર, રાવપુરા અને વડોદરા શહેર વિધાનસભા મત વિસ્તારમાં એક જ સમયે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારી-બેરોજગારી મુદ્દે કાર્યક્રમો યોજી સરકારને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. મોંઘવારી, પેટ્રોલ, ડીઝલના ભાવ વધારાના વિરોધમાં ગેસ સિલિન્ડર, બાઈક, ખાલી પેટ્રોલ ડીઝલના ડ્રમ, ઘોડાગાડી, સાઈકલ તેમજે પુષ્પાંજલિ સહિતના કાર્યકમો યોજવામાં આવ્યા છે.