29, એપ્રીલ 2023
વડોદરા, તા.૨૯
વડોદરા શહેર કોંગ્રેસ અગ્રણીઓની ઉપસ્થિતિમાં યૂથ કોંગ્રેસ દ્વારા આયોજિત લોકશાહી મશાલી રેલીને પોલીસ વિભાગ દ્વારા પરવાનગી આપવામાં નહીં આવતાં શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ-કાર્યકરો લક્કડીપુલ કોંગ્રેસ કાર્યાલયથી મશાલ લઈને રેલીસ્વરૂપે નીકળતાં જ પોલીસે પ૦થી વધુ કોંગ્રેસ અગ્રણીઓ-કાર્યકરોની અટકાયત કરી નંદેસરી પોલીસ મથકે લઈ જવાયા હતા.કોંગ્રેસના મધ્ય ગુજરાતના પ્રભારી, પ્રદેશના યૂથ કોંગ્રેસ પ્રમુખ સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં આજે લોકશાહી બચાવો મશાલ રેલીનું આયોજન શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જાેશીએ કહ્યું હતું કે, આ મશાલ રેલી માટે તા.ર૭મીએ પોલીસ પરવાનગી પણ માંગવામાં આવી હતી. જેમાં લોકશાહી બચાવો મશાલ રેલી તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આજે પણ અમે શહેશર પોલીસ કમિશનરને મળ્યા હતા પરંતુ સાંજે પોલીસ કોંગ્રેસ કાર્યાલય આવી અને મશાલ વગર રેલી કાઢો તેમ કહ્યું.સાંજે કોંગ્રેસના કાર્યકરો મશાલ સાથે નીચે ઉતરતા પોલીસે મશાલ પર પાણી રેડીને ઓલવી નાંખી હતા.