20, ફેબ્રુઆરી 2021
અરવલ્લી-
અત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ જામેલો છે. ત્યારે ચૂંટણીઓમાં દારૂની રેલમછેલ થતી હોય એવું સામાન્ય રીતે બનતું હોય છે. જાેકે, ચૂંટણી સમયે પોલીસ પણ સતર્ક થઈને દારૂ પકડતી હોય છે. પરંતુ અરવલ્લી જિલ્લામાં પણ પોલીસ માટે કાળો દિવસ સમાન એક ઘટના બની હતી. અરવલ્લી જિલ્લામાં શામળાજી હાઇવે ઉપર દારૂ ભરેલી કાર ખાબકતા પોલીસે તપાસ કરતા અરવલ્લી એસપી ઓફિલ પાછળથી જ આઈસરમાંથી દારૂની ખેપ થતી હોવાનો ભાંડો ફૂટ્યો હતો.
ઘટના બાદ કાર ચાલક ફરાર થવામાં સફળ રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ અરવલ્લી એસપીએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. મળતી માહિતી પ્રમાણે અરવલ્લીમાં પોલીસે દારૂ ભરેલું આઈસર પકડ્યું હતું. જેને મોડાસામાં એસપી ઓફિસના પાછળના ભાગે પાર્ક કરવામાં આવ્યું હતું. આઈસરમાંથી દારૂની કેટલીક પેટીઓ એસન્ટ કારમાં નાંખીને શામળાજી તરફ લઈ જવાતો હતો. એક જાગૃત નાગરીકને જાણ થતાં કારનો પીછો કર્યો હતો. કાર ચાલકને પોતાની કારનો પીછો થતો હોવાનું જાણ થતાં કારને ફૂલસ્પીડમાં દોડાવી હતી. જાેકે, શામળાજી હાઈવે ઉપર ચારણવાડા અને કેસાપુર ગામ વચ્ચે હાઈવે ઉપર વળાંક આવતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો. જેના પગલે કાર રોડની સાઈડમાં ઉતરી ખાડામાં ખાબકી હતી. પકડાઈ જવાના ડરના કારણે કારમાંથી બે લોકો ત્યાંથી ફરાર થયા હતા.
આ અંગે જાગૃતનાગરીકે સ્થાનિક પોલીસ, એસપી ઓફિસ સહિતના અધિકારીઓને આ અંગે જાણ કરી હતી. જેના પગલે મોડારા રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને કારમાંથી દારૂનો કબ્જાે લીઈને આગળની કાર્યવાહી હાથધરી હતી. કારની ડેકીમાં અને પાછલી સીટમાં દારૂની આશરે ૧૦ પેટીઓ મળી હતી. આ ઉપરાંત કારમાંથી બ્લેક જેકેટ અને છરો મળી આવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે કાર ચાલક ખુદ પોલીસ જવાન હતા અથવા પોલીસના સંબંધીઓ હોઈ શકે. આ અંગે જાણ થતાં અરવલ્લી એસપી સંજય ખરાતે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. અને ઘટના અંગે આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની પણ તજવીજ હાથધરી છે.