26, નવેમ્બર 2022
વડોદરા, તા. ૨૬
સંત શ્રી શિરોમણી રોહિદાસ સમાજ સેવા મંડળ દ્વારા સંવિધાન દિવસની ડાॅ.બાબાસાહેબ આંબેડકરને પુષ્પાજંલી અર્પણ કરીને તેમજ વિવિધ કાર્યક્રમો યોજીને વિવિધ શાળાના બાળકો સાથે ઉજવણી કરવામાં આવી હતી.
બંધારણ દિવસની ઉજવણી નિમિત્તે સંત શ્રી શિરોમણી રોહિદાસ સમાજ સેવા મંડળ દ્વારા કન્યા શાળા , કુમાર શાળા અને શ્રી પ્રગતિ વિદ્યાલય પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે બંધારણના ધડવૈયા ડાॅ.બાબાસાહેબ આંબેડકરને પુષ્પાજંલી અર્પણ કરીને સંવિધાન પૂજા, સંવિધાન વંચાણ અને નિંબધ લેખન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજ સેવા મંડળ દ્વારા બાળકોને સંવિધાન કોને કહેવાય અને સંવિધાનનું મહત્વ શું છે? તેની સમજ કેળવવા માટે છેલ્લા બે વર્ષથી બંધારણ દિવસની વિવિધ કાર્યક્રમો યોજીને ઉજવણી કરવામાં આવે છે.