ગોપીનાથજી મંદિરમાં વકર્યો વિવાદ ,આચાર્ય પક્ષના SP સામે નોંધાવાઇ ફરિયાદ
09, ડિસેમ્બર 2020

બોટાદ-

ગોપીનાથજી મંદિરમાં વકરેલો વિવાદ શાંત થવાનું નામ નથી લેતો ત્યારે મંદિરના ચેરમેને આચાર્ય પક્ષના SP સ્વામી, ઘનશ્યામવલ્લભ દાસજી અને પાર્ષદ રમેશ ભગત સામે ફરિયાદ નોંધાવી છે. ગઢડાનું ગોપીનાથજી મંદિર હવે સેવાભાવ ભક્તિભાવ સાથે સાથે સત્તાની સાઠમારી માટે પણ જાણીતું થઈ ગયું છે. અહીંયા દર બે મહિને આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે ઝઘડાઓ થયા કરે છે. સંસાર છોડીને પ્રભુ શરણમાં આવેલા સંતો વચ્ચે સત્તા માટે રાજકીય પક્ષો જેવી સાઠમારી ચાલી રહી છે, ત્યારે ગત રવિવારથી ફરી ગઢડા મંદિરમાં ચેરમેનની ખુરશી માટે નાટકીય રીતે સત્તાની ખેંચાખેંચી થઈ હતી. આચાર્ય પક્ષના SP સ્વામી, ઘનશ્યામવલ્લભ દાસજી અને પાર્ષદ રમેશ ભગત સામે ફરિયાદ નોંધાવી છે. હરિજીવનદાસ સ્વામીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 'રવિવારે નાટકીય રીતે મંદિરની સત્તા હસ્તગત કરી લીધી હોવાની આચાર્ય પક્ષની જાહેરાત બાદ જ્યારે હરિજીવનદાસ સ્વામીચેરમેનની ઓફિસમાં ગયા, ત્યારે પાર્ષદ રમેશ ભગત મારી ખુરશી પર બેઠા હતા અને પોલીસ પણ ત્યારે અમારી સામે હાજર હતી, ત્યારે SP સ્વામીએ મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આમ આ પોલીસ ફરિયાદના કારણે ફરી મંદિરનું રાજકારણ ગરમાવ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution