વોશ્ગિટંન-

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીઓ યોજાનાર છે. દરમિયાન, આરોપ લગાવવાનો તબક્કો પણ ચાલું છે. આ ચૂંટણીમાં બ્લેકનો મુદ્દો ભારે પડ્યો છે. આ સાથે જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમના અભિયાનમાં પૂર્વ રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સનના નિવેદનોનો ઉલ્લેખ કરી રહ્યા છે. ટ્રમ્પનું કહેવું છે કે નિક્સન પણ આવા આક્ષેપો લડીને જીત્યા હતા.

અશ્વેત પર થઇ રહેલા અત્યાચારના આરોપોને લઈને લોકો ડોનાલ્ડ ટ્રમ્પને વખોડી રહ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સનના કાર્યકાળમાં પણ આવા જ કિસ્સા જોવા મળ્યા હતા. દરમિયાન, આવી કેટલીક ટેપ બહાર આવી છે, જેમાં નિક્સનને ભારતીય અને ભારતીય મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી કરતા સાંભળવામાં આવી શકે છે.

ન્યુ યોર્ક ટાઇમ્સના એક અહેવાલમાં, આંતરરાષ્ટ્રીય સંબંધોના પ્રિન્સટન પ્રોફેસર અને લેખક ગેરી જે. બાસે આ ટેપને ટાંકીને જણાવ્યું છે કે નિક્સને ભારતીય મહિલાઓ માટે ઘણી ટિપ્પણી કરી હતી. આ  ટેપ એ યુગની છે જ્યારે ભારત સોવિયત યુનિયન તરફ ભારે વલણ ધરાવતું હતું, જ્યારે પાકિસ્તાન રાષ્ટ્રપતિ નિક્સનના સમર્થનમાં હતું. અહેવાલ મુજબ, આ ટેપ્સ જણાવે છે કે યુએસના તત્કાલીન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) હેનરી કિસિન્જર પણ આ વાતચીતમાં સામેલ હતા. નિકસને કિસીંગરને આ બધી વાતો કહી હતી. નવેમ્બર 1971 માં ઈન્દિરા ગાંધી સાથે વ્હાઇટ હાઉસ સમિટના ખાનગી વિરામ દરમિયાન, નિકસને કિસીંગરને કહ્યું, "ટુ મી, ધે ટર્ન મી ઓફ." નિક્સન અહીં અટક્યો નહીં,  તેણે કિસિન્જરને પુછ્યુ હતુ કે મને એ જણાવો કે અન્ય વ્યક્તિને આ માટે કેવી રીતે મનાવવા.