ગાંધીનગર-

ભારત સરકાર દ્વારા નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ મળવાપાત્ર અનાજનો જથ્થો ગુજરાત સરકારને ઓછો ફાળવ્યો છે ગુજરાતમાં નોંધાયેલા લાભાર્થીઓ પૈકી અંદાજિત ચાર લાખથી વધુની જનસંખ્યા માટે અનાજનો ક્વોટા ઓછો ફાળવ્યો છે.કોરોનાની મહામારી માં અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો ને એપ્રિલ અને મે મહિનામાં મળવાપાત્ર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ના યોજના હેઠળ આવતા અંદાજિત 4,98,256 જેટલી જનસંખ્યા માટે મફત અનાજનો પુરવઠો ગુજરાત સરકાર પાસે હજુ સુધી પહોંચ્યો નથી.

સમગ્ર દેશ અને ગુજરાત આજે કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે તો બીજી તરફ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લાભ લેતી જનસંખ્યા છેલ્લા એક વર્ષમાં વધી ગઈ છે જોકે એપ્રિલ 2021 ની સ્થિતિએ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો ના અલગ-અલગ લાભાર્થી કાર્ડ ની જનસંખ્યા 3 કરોડ 46 લાખથી વધુ થઈ ચૂકી છે ત્યારે ભારત સરકાર દ્વારા ગુજરાત માટે એપ્રિલ તેમજ મે મહિનાનું પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ આવતા ચાર લાખથી વધુ જનસંખ્યા માટે મફત અનાજ નો જથ્થો ફાળવવામાં આવ્યો નહીં હોવાના અહેવાલ સૂત્રો દ્વારા જાણવા મળ્યા છે