સોશિયલ મીડિયામા ફોરવર્ડ થયેલા કરફ્યુનાં મેસેજ બાબતે વિવાદ
01, મે 2021

વલસાડ, નવસારી જિલ્લામાં કરફયૂ અંગેનો ખોટો મેસેજ ફોરવર્ડ કર્યા બાદ એનું ધ્યાન દોરનારા ખેરગામના પત્રકારને સ્થાનિક યુવકે ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પત્રકારના ઘરે પહોંચી જઈ ધમકી આપનારા યુવાન સામે કાર્યવાહી કરવા માંગ કરાઇ છે. ખેરગામ પોલીસ મથકે અપાયેલી ફરિયાદ અરજીમાં જણાવ્યા મુજબ ખેરગામ બજારમાં રહેતા વિનોદભાઈ મિસ્ત્રી પત્રકાર તરીકે સેવા આપે છે. તા.૨૮.૦૪.૨૧ ના રોજ રાજ્ય સરકારે ગુજરાતનાં ૨૯ શહેરોમાં કરફ્યુ લગાવવાનો આદેશ જારી કરતા વોટ્‌સઅપ ઉપર ચાલતા “ભાજપ ગ્રુપ ખેરગામ તાલુકા” ગ્રુપમાં ખેરગામના અંકુર હર્ષદરાય શુક્લએ નવસારી શહેરને બદલે સમગ્ર નવસારી જિલ્લામાં કરફ્યુ લાગ્યા- નો ખોટો મેસેજ ગ્રુપમાં ફોરવર્ડ કર્યો હતો. જેમાં વિનોદભાઈએ એક જાગૃત નાગરિક તરીકે અંકુરને ગ્રુપમાં મેસેજ કરી ફક્ત નવસારી શહેરમાં કરફ્યુ છે, સમગ્ર જિલ્લામાં નથી- એવો મેસેજમાં રીપ્લાય કરતા સામાવાળા રોષે ભરાયા હતા અને વિનોદભાઈ ઉપર અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરી મેસેજ કર્યા હતા. ખોટાં સમાચારો વાયરલ કર્યા બાદ અમે એમનું ધ્યાન દોરતાં અંકુર શુક્લ વિનોદભાઇના ઘરે પહોંચી ગયા હતા. વિનોદભાઈ ઘરે ન હોઈ વિનોદભાઈના પત્નીને- વિનોદ ક્યાં છે? એને જાનથી મારી નાખીશ- એમ કહી ધમકી આપી હતી. જે બાબતે સાયબર ક્રાઇમનો ગૂનો કરનારા અંકુર સામે કાયદેસરની કાર્યવાહી કરવા વિનોદભાઈ મિસ્ત્રી એ ખેરગામ પોલીસ મથકે અરજી કરી કાયદેસર પગલાં ભરવા માંગ કરી છે. જે બાબતે અંકુર સુકલ નો ટેલિફિનિક સંપર્ક કરતા તેમણે હું વિનોદભાઈ ની ઘરે ગયો હતો પરંતુ સમજાવવા ગયો હતો જાન થી મારી નાખવાની ધમકી આપી નથી

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution