વડોદરા : કોરોનાની મહામારી વચ્ચે હોસ્પિટલોની નિષ્કાળજીની સાથે સાથે બેદરકારીના એક પછી એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તેવામાં શહેર નજીક આવેલી ધિરજ હોસ્પિટલનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પાદરાના પરિવારને ધિરજ હોસ્પિટલના તંત્ર દ્વારા અન્ય કોઇ પેશન્ટનો મૃતદેહ આપી દેતાં તેની અંતિમ વિધિ પણ પૂર્ણ થઇ ગયઇ હતી. પરંતુ હોસ્પિટલ દ્વારા વોટ્‌સએપ પર મોકલેલી તસવીર જાેયા બાદ અંતિમક્રિયા કરી એ અમારા દાદાનો મૃતહેદ ન હોવાની સાથે તેમના સ્વજનની ભાળ મેળવવા માટેની અરજી જિલ્લા પોલીસ વડાને કરીને તપાસની ત્વરીત માંગ કરી છે.

પાદરા તાલુકાના રણુ ગામમાં રહેતા પ્રજ્ઞેશકુમાર નગીનભાઇ પરમારે જિલ્લા પોલીસ વડાને કરેલી અરજીમા જણાવ્યું હતું કે, અમારા દાદા હિરાભાઇ ત્રિકમભાઇ પરમાર બિમાર હોવાથી ગત તા.૨૯-૦૪-૨૦૨૧ના રોજ તેમને સારવાર માટે પાદરાના સરકારી દવાખાનામાં લઇ જવાયા હતાં. જ્યાં તેમને ઓક્સિજન પર એકાદ કલાક રાખ્યા બાદ ત્યાંથી મારા દાદાને ગોત્રી સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનો કોવિડ - ૧૯નો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. હિરાભાઇને ગત તા.૨૯મીના રોજ વાઘોડિયાની ધીરજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જાેકે હોસ્પિટલમાં અમને જવાની પરમીશન આપી ન હતી. તેથી હું બહાર બાગમાં બેઠો હતો. બીજા દિવસે હોસ્પિટલમાંથી ફોન આવેલો કે તમારા દાદાને શ્વાસ લેવામાં તકલિફ થાય છે. આથી ગળામાં નળી નાખવી પડશે જેથી પરમીશન માંગતા મે તેમને હા પાડી હતી. જે પછી હોસ્પિટલના તબીબ કે સંચાલક દ્વારા અમને કોઇ માહિતી આપવામાં આવલી ન હતી. કે અમને અંદર દાદા પાસે જવા પણ દીધેલ નહીં બાદમાં તા.૩૦-૦૪-૨૦૨૧ના બપોરે લગભગ ચાર વાગે તબીબનો મારા પર ફોન આવેલ કે તમારા દાદાને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને હૃદય ધીમુ પડવા લાગેલ છે. પરિસ્થિતિની થોડીવારમાં જાણ કરીશું. અડધા કલાક બાદ તબીબનો ફોન આવલે અને મને જણાવેલ કે તમારા દાદાનું હૃદય બંધ પડી ગયેલ છે અને મસાજ કરીને ચાલુ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. દર મીનીટ બાદ દાદાનું હૃદય બંધ પડી ગયેલ છે. અને હૃદય ચાલુ કરવાની પુરતી કોશીષ કરી પરંતુ ચાલુ થયેલ નથી. એટલે કે તેઓનું અવસાન થયેલ છે.

મારા દાદાના આર.ટી.પી.સી.આર રીપોર્ટની માંગણી અવસાન પહેલા કરી હતી પરંતુ સદર રીપોર્ટ મારા દાદાના અવસાન થયા બાદ પોઝિટિવ આવેલ હોવાનું જણાવેલ પરંતુ રીપોર્ટ અમને આપ્યો ન હતો. ગત તા.૩૦-૦૪-૨૦૨૧ના રોજ સાંજે છ કલાકે મારા ભાઇ રાજેન્દ્ર બાલુ પરમારના મોબાઇલના વોેટ્‌સએપ ઉપર મારા દાદાનો ફોટો મોકલેલ પરંતુ મોબાઇલ બંધ હોવાના કારણે તે ફોટો અમે જાેઇ શકેલ નહીં. જે પછી તમારા દાદા ગુજરી ગયા છે તેથી તેમના મૃતદેહ માટે રાહ જાેવી પડશે. ત્યાર બાદ મોડી રાત્રે લગભગ ૨ઃ૩૦ કલાકે પીપીકીટ પહેરાવેલ મૃતદેહ આપેલ હતો. અમારા દાદાનું મોઢું હોસ્પિટલના સંચાલકોએ બતાવ્યું ન હતું. તેમજ ડેડબોડી વજનદાર હતી ત્યારે અમને શંકા ગઇ હતી કે આ મૃતદેહ અમારા દાદાનો નથી ત્યાર બાદા એમ્બ્યુલન્સમાં ડેડ બોડી સાથે કમલાપુરા સ્મસાને ગયા હતાં. ત્યા પણ મારા દાદાનું મોઢું કે શરીરનો કોઇ પણ ભાગ જાેવા દીધો નહીં અને ત્યા અગ્નિસંસ્કાર કરી દેવામાં આવ્યો હતો. ગત તા.૧-૦૫-૨૦૨૧ના રોજ મારા ભાઇ રાજેર્નો મોબાઇલ ચાલુ થતાં તેના વોટ્‌સએપ પર મારા દાદાનો ફોટો હોસ્પિટલ તરફથી અપલોડ કરેલો તે ફોટો જાેતા અમે ઘરના તમામ ચોંકી ઉઠ્યા હતાં.

 જે ફોટો મારા દાદાનો ન હતો. તો અમારા દાદા ક્યાં ગયા તે સવાલ અમને મુંઝવવા લાગ્યો. હાલમાં મારા દાદા જીવીત હશે જ તેવું અમને લાગે છે. અગ્નિ સંસ્કાર કર્યો તે મૃતદેહ મારા દાદાનો નથી જે ડેડબોડી પર રૂદ્રાશ્રની માળા હતી. મોઢામાં દાંત દેખાતા હતાં. પરંતુ મારા દાદા આવી કોઇ માળા પહેરતા ન હતાં. અને મારા દાદાના તમામ દાંત પડી ગયેલ છે જેથી અમે અગ્નિસંસ્કાર કરેલી બોડી અમારા દાદાની નથી તો પછી મારા દાદા ક્યા ગયા ? તે પ્રશ્નનું નિરાકરણ કરવું આવશ્યક અને જરૂરી છે.

અંતિમક્રિયા માટે કોરોનાનો મૃતદેહ પરિવારજનોને

મોડો આપતાં રોષ

સયાજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન દર્દીનું મોત થતાં મૃતકની ડેડબોડી પરિવારજનોને બે થી અઢી કલાક બાદ આપવામાં આવતાં પરિવારજનોની દુઃખની લાગણી ગુસ્સામાં પરિણામી હતી. અલબત્ત લાપરવાહીનો વધુ એક બનાવ સયાજી હોસ્પિટલમાં પ્રકાશમાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલ કોરોનાની હાડમારી ચાલી રહી છે તેવા સમયે શહેર-જિલ્લામાંથી કોરોના સંક્રમિત દર્દીઓ વધુ ને વધુ સારવાર માટે રોજબરોજ આવી રહ્યા છે જેના લીધે દર્દીઓની સંખ્યા રોકેટ ગતિએ વધી રહી છે, તેની સાથે દર્દીઓનો મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.

આજે હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં સારવાર માટે દાખલ થયેલ દર્દીનું મોત થયું હતું, જે અંગેની જાણ તેમના પરિવારજનોને આપવામાં આવતાં તેઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પરંતુ તબીબી સ્ટાફ અને અન્ય કર્મચારી દ્વારા કોઈ કારણોસર ડેડબોડીને મૃતકના સ્નેહીજનોને અંતિમક્રિયા માટે સોંપવામાં બે થી અઢી કલાકનો વિલંબ થતાં સ્વજનોની ધીરજ ખૂટી હતી અને ડેડબોડી લેવા માટે હોસ્પિટલના કોવિડ સેન્ટર બહાર હંગામો મચાવ્યો હતો અને તબીબી અને સ્ટાફના કર્મચારીઓની કામગીરી સામે શંકા વ્યક્ત કરી રોષની લાગણી વ્યક્ત કરી હતી.