દિલ્હી-

દેશમાં વધી રહેલા કોરોનાના નવા કેસ વચ્ચે, કેટલાક રાજ્યોના કેસોમાં ઘટાડો આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છત્તીસગઢમાં દુર્ગ, રાયપુર, મધ્યપ્રદેશ, લદ્દાખ, તેલંગાણા અને મહારાષ્ટ્રના 12 જિલ્લાઓમાં કોરોનાના કેસ ઘટ્યા છે.સોમવારે પત્રકાર પરિષદમાં આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યુ કે, ' દેશમાં ઓક્સિજનની કમીને ધ્યાનમાં રાખીને 1500 ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યા છે. ઓક્સિજનની ઉપલબ્ધતા વધારવા માટે, નાઇટ્રોજન ઉદ્યોગને ઓક્સિજન પ્લાન્ટમાં રૂપાંતરિત કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. દેશમાં આવા 14 ઉદ્યોગોની ઓળખ કરવામાં આવી છે.' તેમણે માહિતી આપી હતી કે, ' દેશની હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં ખાલી જગ્યાઓ જલ્દીથી ભરાશે. ' તેમણે માહિતી આપી કે, ' મેડિકલ પ્રોફેશનલ કે જે કોરોના દર્દીઓની સારવારમાં 100 દિવસ સતત કામ કરે છે, તેમને વડા પ્રધાનનો એવોર્ડ આપવામાં આવશે અને તેમને ભરતીમાં અગ્રતા આપવામાં આવશે.'