દિલ્હી-

કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં ફરીથી હાહાકાર મચાવ્યો હોવાનું જણાય છે. હવે કોરોના વયરસની આ મહામારીએ દક્ષિણ અમેરિકન દેશ બ્રાઝિલમાં  હાહાકાર મચાવ્યો છે.

કોરોના કેસોની હાલત વણસતાં 24 કલાકમાં બ્રાઝિલમાં 1386 કોરોના દર્દીઓના મોત થયા છે, તેમજ 24 કલાકમાં કોરોનાના 61,602 નવાં કોરોના દર્દીઓ નોંધાયા છે. કોરોનાનાની આ અકળ પરિસ્થિતિના કારણે અત્યારે બ્રિટન અને અમેરિકા એ બંને દેશોમાં રસીકરણ ઝૂંબેશને પણ ઝડપી બનાવાઈ છે. વિશ્વભરના કોરોના કેસોનો આંક 11,45,45,709 પર પહોંચી ગયો છે. બ્રાઝિલમાં કોરોનાની બીજી લહેરે વિકટ પરિસ્થિતિ ઊભી કરી છે. અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટીએ જ્હોનસન એન્ડ જ્હોનસનની કોવિડ વેક્સિનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. કોરોનાને અટકાવવા માટે અમેરિકામાં આ ત્રીજી વેક્સિન છે.

બ્રિટનમાં પણ વધુને વધુ લોકો વેક્સિન લે એવી અપીલ કરાઈ રહી છે.  અહીં શાહી પરિવારે પોતે રસી મૂકાવીને લોકોને પણ અપીલ કરી છે. કોરોનાના ખતરાને ટાળી શકાય તે હેતુથી, અત્યારે અમેરિકા અને બ્રિટન રસીકરણ પૂરજોશમાં કરે છે, અને મહત્તમ લોકોને રસી આપી રહ્યા છે. ન્યૂઝીલેન્ડના સૌથી મોટાં શહેર ઓકલેન્ડમાં ફરીથી સાત દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું.