કોરોના ઇફેકટ: દેશમાં 10 કરોડ નોકરીઓ પર સંકટ
29, જુલાઈ 2020

દિલ્હી-

દેશમાં કોરોનાવાયરસ ની મહામારીએ ભારે આક્રમક સ્વપ ધારણ કરી લીધું છે પરંતુ એ પહેલાથી જ મહામારી ને લીધે દેશનું અર્થતત્રં ભારે ખાડામાં ઉતરી ગયું છે અને તમામ ધંધા-રોજગાર મદં પડી ગયા છે અને હજુ પણ ગાડી પાટે ચડતી નથી ત્યારે વાણિય બાબતો અંગેની સંસદીય સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ ચોંકાવનારી હકીકતો રજૂ થઈ છે.

સરકારના વરિ અધિકારીઓએ સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ કરેલા પ્રેઝન્ટેશનમાં એવો ચિંતાજનક ધડાકો કર્યેા છે કે દેશમાં અત્યારે દસ કરોડ જેટલી નોકરીઓ પર જોખમ ઊભું થયું છે. આમ તો દેશમાં લોકડાઉન શ થયું ત્યારથી લઈને આજ સુધીમાં સેંકડો લોકોની નોકરીઓ ગઈ છે અને બેરોજગારીનો દર દેશમાં રેકોર્ડબ્રેક સપાટી પર પહોંચી ચૂકયો છે ત્યારે વરિ અધિકારીઓએ કરેલા અભ્યાસનું તારણ એમ બતાવે છે કે હજુ પણ દેશમાં ભયંકર બેકારી અને બેરોજગારી ફાટવાની છે અને દસ કરોડ નોકરીઓ પર જોખમ તોળાઈ રહ્યું છે. 

કોરોનાવાયરસ ની મહામારી નો લાંબો પિરિયડ અને લોકડાઉનના લાંબાલચ સમયગાળા બાદ દેશમાં ઉદભવેલી રોકાણની સ્થિતિ તેમજ અવકાશ અને તક ના મુદ્દા પર વરિ અધિકારીઓ દ્રારા અભ્યાસ કરવામાં આવ્યો છે અને તેનું પ્રેઝન્ટેશન સંસદીય સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ કરવામાં આવ્યું છે.

પોતાના અભ્યાસ રિપોર્ટમાં અધિકારીઓએ એમ કહ્યું છે કે દશમા ભયંકર સ્વપ ધારણ કરી ચૂકેલી મહામારી ને લીધે ટ્રાવેલ અને ટુરિઝમ ઉધોગ પડી ને પાધર થઈ ગયો છે. હજુ પણ આ સેકટરમાં કોઈ ચેતના દેખાતી નથી આગામી દિવસોમાં પણ તે વધુ મૃત:પાય થઈ જવાનો ખતરો છે. 

અભ્યાસમાં એવો પણ ઉલ્લેખ છે કે ટ્રાવેલ અને ટુરિઝમ ઉધોગ સાથે સંકળાયેલા લાખો કર્મચારીઓ અને તેમના પરિવારો પર આર્થિક સંકટ આવી પડું છે અને હવે તે ગંભીર બની રહ્યું છે.

હવે આગામી દિવસો પણ દેશ માટે ભારે પડકારજનક રહેવાના છે કારણ કે અલગ અલગ સેકટરમાં અને અલગ-અલગ નાના મોટા ઉધોગો માં મળીને કુલ દસ કરોડ જેટલી નોકરીઓ જઈ શકે છે કારણ કે મહામારીમાં ઉત્પાદન ઘટી ગયું છે ,ઓર્ડર ઘટી ગયા છે. ઉત્પાદકો અને ઉધોગ સાહસિકો પાસે નાણાકીય જોગવાઈ રહી નથી, આવક બધં છે.

દેશમાં અત્યારે પણ બેરોજગારીનો દર સૌથી ઐંચો રહ્યો છે તે ચિંતાનો વિષય છે પરંતુ હવે તેમાં વધારો થવાનો છે અને સ્થિતિ વધુ ભયાનક સ્વપ ધારણ કરવાની છે તેવી ચેતવણી અભ્યાસમાં વરિ અધિકારીઓએ આપી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution