કોરોના ઇફેક્ટ: ગુજરાત પ્રવાસનને આશરે 600 કરોડનું નુકસાન
19, સપ્ટેમ્બર 2020

ગાંધીનગર-

ગુજરાતના મનોરમ અને ઐતિહાસિક સ્થળો જોવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે. જેના કારણે પ્રવાસન ઉદ્યોગને કરોડો રૂપિયાનો દર વર્ષે લાભ થતો હોય છે. ગુજરાતમાં અસંખ્ય સ્થળો છે, જ્યાં ગુજરાતની ગૌરવ ગાથા અને પ્રાકૃતિક સૌંદર્ય જોવા મળતું હોય છે, પરંતુ આ વર્ષે કોરોના કાળના કારણે આ તમામ પ્રવાસન સ્થળો બંધ કરી નાખવામાં આવ્યા હતા. જેથી અત્યાર સુધી પ્રવાસન સ્થળો શરૂ થયા નથી.

કોરોના કાળમાં લોકડાઉન બાદથી અત્યાર સુધીમાં પ્રવાસન સ્થળ શરૂ થયા નથી. ગુજરાતની જો વાત કરવામાં આવે તો દર વર્ષે પ્રવાસન સ્થળોના કારણે 20 લાખ લોકોને રોજગાર મળવી કરોડો રૂપિયાની કમાણી થતી હોય છે, પરંતુ હાલની કોરોનાની મહામારીને લઇ પ્રવાસના ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે, ઉદ્યોગને 600 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તેમજ આના કારણે 20 લાખ લોકોની રોજગારી ઉપર પણ અસર થઇ છે. કોરોના કાળના કારણે આ ક્ષેત્રને 600 કરોડના આસપાસનું નુકસાન થયું છે. જ્યારે દર વર્ષે મોટી સંખ્યામા પ્રવાસન ક્ષેત્રને જોવા લોકો આવે છે, પરંતુ આ વર્ષે અન્ય રાજ્યો કે, દેશમાંથી લોકો આવી શક્યા નથી. ગુજરાતના ટુરીઝમ ક્ષેત્રના 20 લાખથી વધુ લોકો પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે જોડાયેલા છે. આ તમામ લોકોને તેની અસર થઇ છે. ખાસ કરીને પાંચ લાખ લોકો એવા છે કે, જેઓએ રોજગાર માટે અન્ય ધંધાઓ અથવા નોકરી કરવાની શરૂ કરી દીધી છે. એક અનુમાન છે કે, આવતા વર્ષે ફરીથી પ્રવાસન ક્ષેત્ર શરૂ થશે અને લોકો ગુજરાતમાં આવવાનું શરુ કરશે, પરંતુ હાલ ગુજરાતની બહારથી કોઈપણ પ્રવાસી આવે એવું લાગતું નથી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution