નવીદિલ્હી, તા.૨૧ 

ભારત સહિત દુનિયાભરના તમામ દેશ જીવલેણ કોરોના વાયરસ મહામારી સામે લડી રહ્યો છે. દુનિયાભરમાં અત્યાર સુધી ૮૯ લાખ ૧૪ હજાર ૭૮૭ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્્યા છે. તેમાંથી ૪ લાખ ૬૬ હજાર ૭૧૮ લોકોનાં મોત થઈ ચૂક્્યા છે. બીજી તરફ, ભારતમાં કોરોનાના અત્યાર સુધી ૪.૧૦ લાખ કેસ આવી ચૂક્્યા છે અને ૧૩ હજારથી વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ચીફ સાયÂન્ટસ્ટ ડા. સૌમ્યા સ્વામીનાથનને પૂરી આશા છે કે આ વાયરસની વેક્સીન આવતા વર્ષની શરૂઆત સુધી વિકસિત કરી લેવાશે. ડા. સૌમ્યા સ્વામીનાથને ભારતમાં કોરોનાનો પ્રભાવ, તેની પીક સીઝન અને સરકાર દ્વારા ભરવામાં આવી રહેલા પગલાં પર વિસ્તારથી વાત કરી. સ્વામીનાથનનું કહેવું છે કે કોરોના કોઈ છેલ્લી મહામારી નથી. દરેક ચીજનો એક અંત હોય છે.