ગુજરાતના આ શહેરમાં કોરોના ઘટ્યો પરંતુ આ ફલૂએ માથું ઊંચકયું, 2 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાયા
20, જુલાઈ 2021

સુરત-

શહેરમાં કોરોના સંક્રમણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત સુરત શહેરમાં કોરોના 5 પોઝિટિવ કેસ નોંધાયા હતા કોરોના કેસ ઘટવાની સાથે લોકો શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સ કે માસ્ક વગર જોવા મળ્યા હતા. બીજી લહેર વચ્ચે સ્વાઈન ફ્લૂના બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. સ્વાઇન ફલૂ માટે 2 શંકાસ્પદ દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા છે અઠવા ઝોન અને લિંબાયત ઝોનમાંથી સેમ્પલ લેેવાયા છે. સ્વાઈન ફ્લૂના બે શંકાસ્પદ કેસ મળી આવતા મનપા તંત્ર દોડતું થઇ ગયું છે. સ્વાઇન ફ્લૂના બન્ને શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લઇ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. સુરત શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે કોરોના ઘટ્યો પરંતુ સ્વાઇન ફ્લૂ માથું ઊંચકી રહ્યો છે. શંકાસ્પદ કેસ દેખાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ત્રીજી લહેર વચ્ચે સ્વાઇન ફલૂ માટે 2 શંકાસ્પદ કેસના સેમ્પલ લેવામાં આવ્યા છે. અઠવા ઝોન અને લિંબાયત ઝોનમાંથી સેમ્પલ લેેવાયા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution