વોશિંગ્ટન-

કોવિડ-૧૯ના ભયાનક સંક્રમણની બીજી લહેરનો સામનો કર્યા બાદ હવે ભારતમાં રિકવરી રેટ ૯૦.૮૦ ટકા પર પહોંચી ગયો છે. ત્યાં જ સક્રિય મામલાઓની સંખ્યા ઘટી રહી છે. આ બીજી લહેરના અંતનું સકારાત્મક સંકેત છે. પરંતુ તે છતા દેશમાં સ્થિતિ સામાન્ય થવામાં ઘણો સમય બાકી છે. ત્યાં જ દુનિયામાં ઘણા દેશો એવા છે, જેમણે કોરોનાના કહેરનો સામનો તો કર્યો જ પરંતુ મોટા ભાગની વસ્તીનું વેક્સિનેશન કરી માસ્ક પહેરવાની અનિવાર્યતાને સમાપ્ત કરી દીધી છે.

ઇઝરાઇલ

ઇઝરાઇલના સ્વાસ્થ્ય મંત્રીએ આ વર્ષે એપ્રિલમાં ખુલી હવામાં ફેસ માસ્ક પહેરવાના ફરજિયાત નિયમને ખતમ કરી દીધો છે. ઇઝરાઇલે ૨૦ ડિસેમ્બરે કોવિડ-૧૯ રસીકરણ શરૂ કર્યું હતું. દુનિયામાં જે દેશોએ સૌથી ઝડપી વેક્સિનેશન કર્યું તેમા ઇઝરાઇલ પણ એક છે. અહિં કોવિડ સંક્રમણના કુલ ૮,૩૯,૦૦૦ મામલા અને ૬,૩૯૨ મોત થયા હતા.

ન્યૂઝીલેન્ડ

અહીંયાના પ્રધાનમંત્રી જેસિંડા અર્ડર્ને મહામારીને ખુબ જ સારી રીતે હેન્ડલ કરી, જેના કારણે આ દેશ પણ લગભગ માસ્ક ફ્રી થઇ ગયો છે. હવે અહીંયા લોકોને માત્ર પબ્લિક ટ્રાંસપોર્ટ અને ફ્લાઇટમાં જ માસ્ક પહેરવું પડે છે.

ભૂટાન

ભૂટાને માત્ર ૨ અઠવાડિયામાં જ પોતાની ૯૦ ટકાથી વધારે વયસ્ક વસ્તીને રસી આપી દેવામાં આવી છે. આ દેશમાં પણ હવે માસ્ક પહેરવું ફરજીયાત નથી.

હવાઇ

હવાઇમાં પણ હવે લોકોને ઘરની બહાર માસ્ક પહેરવું જરજીયાત નથી. અહીંયા કોવિડ કેસની સંખ્યા ખુબ જ ઓછી થઇ ગઇ છે અને મોટાભાગના લોકોને વેક્સિન આપી દેવાઇ છે. અહીયાના ગવર્નર ડેવિડ ઇગે મંગળવારે કહ્યું કે, એવા લોકોને ઘરમાં માસ્ક પહેરવું પડશે, જમણે પોતે અથવા ઘરના કોઇ સભ્યએ રસી લીધી નથી.

અમેરિકા

સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશનએ કહ્યું કે, અમેરિકામાં હવે તે લોકોને ઘરમાં અથવા બહાર માસ્ક પહેરવું અને અન્ય લોકોથી ૬ ફૂટ દૂર રહેવાની જરૂર નથી, જેમણે વેક્સિનના બંન્ને ડોઝ લઇ લીધા છે. જાેકે તે લોકોએ માસ્ક પહેરવું પડશે જે હેલ્થ ફેસેલિટીમાં કામ કરે છે. આ સિવાય વેક્સિન લગાવી ચૂકેલા લોકોને પણ ફ્લાઇટ સહિત તમામ પ્રકારના પબ્લિક પ્લેસમાં યાત્રા દરમિયાન માસ્ક પહેરવું પડશે.

ચીન

જે દેશમાં કોરોના વાયરસની ઉત્પત્તિ થઇ અને આખી દુનિયામાં ફેલાઇ ગયો, તે ચીન પણ માસ્ક ફ્રી થઇ ગયુ છે. સાથે જ અહીં તમામ લોકોનું રસીકરણ પણ થઇ ગયુ છે. અહીંયા પણ માત્ર હોસ્પિટલ અને પબ્લિક ટ્રાંસપોર્ટમાં માસ્ક પહેરવું ફરજીયાત છે.