દિલ્હી-

અન્ડર વર્લ્ડ ડોન છોટા રાજન તિહાડ જેલમાં કોરોનાથી તાજેતરમાં સંક્રમિત થયો હતો.હવે તેને વધુ સારવાર માટે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.જ્યાં તેની હાલત સ્થિર હોવાનુ જાણવા મળ્યુ છે.

રાજનનુ 2015માં ઈન્ડોનેશિયાના બાલીમાં પ્રત્યાપર્ણ કરાયુ હતુ.તેને ભારત લાવવામાં આવ્યો તે પછી તે તિહાડ જેલમાં જ બંધ છે.મુંબઈમાં તેની સામેના તમામ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરાયા છે.આ કેસ ચલાવવા માટે વિશેષ કોર્ટ પણ બનાવાઈ છે. તિહાડ જેલના સૂત્રોનુ કહેવુ છે કે, એક કેસની સુનાવણી માટેની વિડિયો કોન્ફરન્સિંગમાં રાજનને હાજર થવાનુ હતુ પણ તેને કોરોના થયા બાદ હાલમાં તે એમ્સ હોસ્પિટલમાં ભરતી છે. ઉલ્લેખનીય છે કે, તિહાડ જેલના કેદીઓમાં કોરોનાનુ સંક્રમણ અચાનક વધી ગયુ છે.જેએનયુના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલીદને પણ કોરોનાનુ સંક્રમણ લાગ્યુ છે. તેની જેલમાં જ સારવાર થઈ રહી છે. જ્યારે બિહારના બાહુબલી નેતા શાહબુદ્દીનને કોરોના થયા બાદ તબિયત બગડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.