આણંદ, તા.૮ 

આણંદ શહેર અને જિલ્લાને કોરોનાએ હવે પોતાનું હબ બનાવી દીધું હોય તેવું લાગી રહ્યું છે. કોરોનાનું સંક્રમણ અટકવાનું નામ લેતું નથી. આણંદ શહેરની સાથે સાથે હવે કોરોના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાઈ રહ્યો છે. કોરોનાના સ્પેરડ થવાથી ગ્રામજનોમાં ફફડાટની લાગણી જાવા મલી રહી છે. જાકે, વહીવટી તંત્ર ખડેપગે હોવાથી લોકોએ કોરોના સામે ગભરાવાની જરૂર નથી. આજે જિલ્લામાં કુલ પાંચ નવાં પોઝિટિવ કેસો નોંધાયા હતાં. આ પાંચ કેસમાં આણંદ શહેર, બોરસદ, કોસીન્દ્રા, બોરીયાવી અને વલાસણમાં એક-એક કેસ નોંધાયા છે.એકબાજુ તહેવારોની સીઝન શરૂ થઈ છે ત્યારે જ કોરોનાએ આણંદ જિલ્લામાં માથું ઊંચકતાં લોકોમાં તહેવારનો કોઈ માહોલ જાવા મળી રહ્યો નથી. આજે ફરી નવાં પાંચ કેસ નોંધાતાં કોરોના એકપણ દિવસ કોરો જવા દેતો નથી. આજે બોરસદના માતાવાળઆ ફળિયામાં ૫૦ વર્ષના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આણંદના ગંજબજારમાં શુક્લા ટ્રેડિંગ કંપનીના ૭૫ વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતાં ખભભળાટ મચી ગયો છે. આ આંકલાવ તાલુકાના કોસીન્દ્રા ગામે ૬૫ વર્ષના વૃદ્ધ, વલાસણ ગામે પ્રગતિનગરમાં રહેતા ૩૫ વર્ષના પુરુષ અને આણંદ નજીક આવેલાં બોરીયાવી ગામની શ્રી હરિપાર્ક સોસાયટીમાં રહેતાં ૭૪ વર્ષના વૃદ્ધનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આળ્યો હતો. વિવિધ નગરપાલિકા, આરોગ્ય વિભાગ અને પોલીસની ટીમો વિવિધ સ્થલો પહોંચી જઈને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. તમામ વિસ્તારોને સેનિટાઇઝ કરીને દર્દીઓના નજીકના સંપર્કો અને પરિવારના સભ્યોને હોમ ક્વોરન્ટીન કરી દીધાં હતાં. આ તમામ લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. જરૂર જણાશે તે વ્યક્તિનો રિપોર્ટ પણ કાઢવામાં આવશે. સાથે સાથે વહીવટી તંત્રએ આ તમામ વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કર્યા હતાં. આણંદ શહેર અને જિલ્લામાં હવે કોરોના પગપેસારો કરી રહ્યો હોય ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે. અનલોક ટુમાં છુટછાટો વધતાં સંક્રમણ વધી રહ્યું છે.

આણંદ શહેર અને જિલ્લાને કડક નિયંત્રણોની જરૂર

અનલોક વન પછી અનલોક ટુમાં છુટછાટો વધારવામાં આવી, પણ તેની સામે સરકારની ગાઇડલાઇન્સનો કડકાઈથી અમલ થાય તેવાં કોઈ પગલાં ભરવામાં આવતાં હોય તેવું દેખાતું નથી. હાલ આણંદ શહેર અને જિલ્લામાં ગાઇડલાઇન્સનું કડક હાથે ચુસ્ત પાલન કરાવવાની જરૂરત ઊભી થઈ છે.

લોકો નહીં સમજે તો પરિણામ હજુ વધુ ખરાબ આવી શકે

નિષ્ણાતોનું કહેવું છે કે, તંત્ર કડકહાથે કામ લે કે નહીં લોકોએ જાતે જ ડિસિપ્લિનમાં રહીને સરકાર જે ગાઇડલાઇન્સ બહાર પાડે છે તેનું પાલન કરવાની જરૂર છે. લોકો નહીં સમજે તો આનાંથી વધુ ખરાબ પરિણામ ભોગવવું પડશે.