વલસાડ, વલસાડ જિલ્લા માં કોરોના નામના રાક્ષસે ચોમેર આતંક મચાવી રહ્યો છે દરરોજ સૈકડો દરદીઓ કોરોના વાઇરસ થી સંક્રમિત થઈ રહ્યા છે આજે વલસાડ જિલ્લા માં કોરોના ના ૧૨૫ દરદીઓ સામે આવતા લોકો માં દહેશત યથાવત છે. આરોગ્ય વિભાગ ના જણાવ્યા પ્રમાણે કોરોના વાઇરસે વલસાડ જિલ્લા માં ચારેબાજુ કોહરામ મચાવી રહ્યો છે.ડિસ્ચાર્જ થાય તેના કરતા વધારે દરદીઓ દરરોજ નોંધાઈ રહ્યા છે આજે ૧૨૫ દરદીઓ નોંધાયા જ્યારે ૯૧ દરદીઓ ડિસ્ચાર્જ થયા હતા ૯ દરદીઓ ના દુઃખદ મરણ થયા હતા વલસાડ તાલુકા માં ૩૮, પારડી તાલુકા માં ૨૫, વાપી તાલુકા માં ૧૨, ઉમરગામ તાલુકા માં ૩૮, ધરમપુર તાલુકા માં ૧૧ જ્યારે કપરાડા તાલુકા માં ૧મળી કુલ ૧૨૫ દરદીઓ સામે આવ્યા હતા જિલ્લા માં કોરોના ના અત્યાર સુધી ના ૮૮૬૩૮ દરદીઓ ના ટેસ્ટ કરવા માં આવ્યા છે જેમાં કુલ પોઝિટિવ કેસો ૩૬૪૫ છે અને ૮૪૯૯૩ નેગેટિવ રિપોર્ટ આવ્યા છે ૧૧૬૧ દરદીઓ સારવાર હેઠળ દાખલ છે ૨૨૦૨ દરદીઓ ડિસ્ચાર્જ થયા છે. આમ આદમી પાર્ટી એ દરદીઓ ના હીત નું વિચારી પીપીઇ કીટ પહેરી ને એકવાર દરદી ના સ્વજન ને મળવા દેવા જવા દેવા માટે માંગ કરી છે તંત્ર આમઆદમી પાર્ટી ની વાત લગભગ નહિ સ્વીકારે તો દરદીઓ ના સ્વજનો માં ઉઠેલ તરેહ તરેહ ના ચર્ચા ના સમાધાન કરવું પણ તંત્ર ની જવાબદારી છે ત્યારે લોકો માં ઘણા દિવસ થી સીસીટીવી કેમેરા ના માધ્યમ થી સિવિલ બહાર લાઈવ પ્રસારણ માટે બુમ ઉઠી છે. કલેક્ટરે કહ્યું કે વલસાડને શક્ય તેટનો વધુ ઓક્સિડન પુરો પડાશે. ઉલ્લેખનીય છે કે રેગ્યુલર ૨૦ ટન ઓક્સિજન ના જથ્થાની જરૂર છે પરંતુ જથ્થો ઘટાડીને ૧૫ ટન કર્યો , ત્યારબાદ ૧૧.૫ ટન કર્યો અને હવે ૭ ટન જ ઓક્સિજન મળશે.