16, એપ્રીલ 2021
રાયપુર-
દેશમાં હાલ કોરોનાને કારણે સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. દરેક રાજ્યમાં એક જેવી જ સ્થિતિ બની રહી છે. છત્તીસગઢમાં કોરોના મહામારીના સંકટ વચ્ચે માનવતા માનવતા મરવા પડી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યાં છે. અહીં છત્તીસગઢના રાજનાંદગાંવ જીલ્લાના ડોંગરગાંવ બ્લોકમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓના મૃતદેહને કચરો લઈ જતી વેનમાં નાંખીને લઈ જવાતા હોવાની તસવીરો સામે આવી છે. આ ઘટના સામે આવ્યા બાદ અધિકારીઓ પોતાનો બચાવ કરી રહ્યા છે.
રાજનાંદગાંવ જીલ્લા મુખ્યાલયથી ૨૫ કિ.મી.ના અંતરે ૨ સગી બહેનો સહિત ૩ લોકોના સમયસર ઓક્સિજન ના મળવા પર મોત થયા હતા. આ ત્રણેય વ્યક્તિઓના મૃતદેહ ઉપરાંત અન્ય એક વ્યક્તિના મોત પર હોસ્પિટલમાં હોબાળો થયો હતો. ચારેય મૃતદેહોને કચરો ફેંકવાની વેનમાં લઈ જવાયા હતા. આ ઘટના સામે આવ્યા બાદ અહીંના સ્વાસ્થ્ય અધિકારી આઈસોલેટ થઈ પોતાનો બચાવ કરતા જાેવા મળ્યા. જાેકે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. છત્તીસગઢ વસ્તીના હિસાબથી એક નાનો રાજ્યો છે, પરંતુ કોરોનાના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. છત્તીસગઢમાં હવે દૈનિક ૧૦ હજારથી વધુ કેસો સામે આવી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી ૪,૮૬,૨૪૪ કોરોના કેસ નોંધાઇ ચુક્યા છે. જ્યારે મૃત્યુઆંક ૫,૩૦૭એ પહોંચ્યો છે. રાજ્યમાં હાલ ૧,૧૮,૬૩૬ કેસો એક્ટિવ છે.