દિલ્હી-

દુનિયાના સૌથી ટોચનાં પર્વતો પૈકીના એક માઉન્ટ એવરેસ્ટ પર પણ કોરોનાવાયરસ પહોંચી ગયો છે અને નોર્વે ના એક પર્વતારોહીને વળગી ગયો છે અને તેને તત્કાળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સત્તાવાર અહેવાલમાં જણાવ્યા મુજબ અન્ય કેટલાક લોકોને પણ કોરોના વળગી ગયો હોવાની શંકા છે અને બધાના ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં પર્વતારોહી આવવાના હતા પરંતુ હવે તેમના પર રોક લગાવી દેવામાં આવી છે.

થોડા દિવસ પહેલા નેપાળ ની સરકાર દ્રારા સારવારમાં મુશ્કેલી હોવા છતાં વધુમાં વધુ પર્વતારોહી ઓને આકર્ષિત કરવા માટે કેટલીક છૂટછાટો આપી હતી પરંતુ તે મોંઘી પડી ગઈ છે અને ત્યાં પણ કોરોનાવાયરસ ફેલાઈ રહ્યો છે. નોર્વેના પર્વતારોહી ને હેલિકોપ્ટરની મદદથી નીચે ઉતારવામાં આવ્યો હતો.

મોડેથી મળેલા અહેવાલો મુજબ આ પર્વતારોહી ની સાથે રહેલા શેરપા સહિતના અન્ય કેટલાક લોકો પણ કોરોના પોઝિટિવ હોવાની શંકા છે અને એ બધાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને ત્યાં ટેસ્ટિંગની કાર્યવાહી શ કરી દેવામાં આવી છે.દરમિયાનમાં કાઠમંડુ ખાતે આવેલી સૌથી મોટી હોસ્પિટલ દ્રારા અનેક પર્વતારોહી ના આગમન ની જાણકારી આપવામાં આવી છે અને એ બધાને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કારણકે માઉન્ટ એવરેસ્ટ ઉપર પણ કોરોનાવાયરસ વળગી રહ્યો છે.