શહેરમાં કોરોનાનો કહેર યથાવત્‌ વધુ ૭નાં મોત ૪૦થી વધુ પોઝિટિવ કેસો નોંધાયા
14, જુન 2020

વડોદરા, તા.૧૩

કોરોનાના કહેર વચ્ચે કોરોના પોઝિટિવ કેસોની સાથે સાથે મૃત્યુઆંક પણ દિનપ્રતિદિન ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. જા કે, આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં ન આવતાં અગાઉનો જ સત્તાવાર મૃત્યુઆંક ૪૭ પર હજુ પણ Âસ્થર રહ્યો છે. છેલ્લા ર૪ કલાકમાં લેવામાં આવેલ સેમ્પલો પૈકી આજે વધુ ૪૦ પોઝિટિવ કેસો નોંધાતાં શહેરમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા ૧૫૨૪ પર પહોંચી હતી, જ્યારે ૬૬ જેટલા દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે ડિસ્ચાર્જ દર્દીઓની કુલ સંખ્યા ૧૦૦૧ પર પહોંચી હતી.

વડોદરા શહેરની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી આજે વધુ ૭ દર્દીઓના મોતો નીપજ્યાં હતાં. શહેરના હુજરાત ટેકરા કોયલી ફળિયામાં રહેતા ૬૧ વર્ષના વૃદ્ધ, બરાનપુરા ચોપદાર ફળિયામાં રહેતા ૮પ વર્ષીય વૃદ્ધ, ડેસર ગામે રહેતી ૪૩ વર્ષીય મહિલા, ગોત્રી ગોકુલનગરમાં રહેતી ૬૬ વર્ષીય વૃદ્ધા તથા જીએસએફસીમાં ફરજ બજાવતા પ૮ વર્ષીય આધેડનો સમાવેશ થયો હતો. જ્યારે શંકાસ્પદ કોરોનામાં સારવાર દરમિયાન પાણીગેટ રાણાવાસમાં રહેતા પ૮ો વર્ષીય આધેડ તથા બોડેલી તાલુકાના કાશીપુરા ગામે રહેતી ૬૦ વર્ષીય વૃદ્ધા મોતને ભેટયા હતા. જીએસએફસીમાં રહેતી ૪૮ વર્ષીય મહિલા દર્દી કોરોના પોઝિટિવ સાથે શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું.

તદ્‌ઉપરાંત ર૪ કલાક દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી શંકાસ્પદ કોરોના વ્યÂક્તઓના ૧૮૬ સેમ્પલો લેવામાં આવ્યાં હતાં. શહેરના આજવા રોડ, હરણી-વારસિયા રિંગ રોડ, વાડી, નવાપુરા, પોલોગ્રાઉન્ડ, વાઘોડિયા રોડ, યાકુતપુરા, નવી ધરતી રાણાવાસ, માંડવી, પાણીગેટ અને ફતેગંજ વગેરે વિસ્તારોનો સમાવેશ થયો હતો. તદ્‌ઉપરાંત ગ્રામ્યવિસ્તારોમાં સાવલી, સયાજીપુરા, પાદરા અને ભીલાપુરમાંથી સેમ્પલો લેવામાં આવ્યાં હતાં. શહેરની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર મેળવી રહેલા દર્દીઓ પૈકી આજે ૬૬ દર્દીઓને કોરોનામુક્ત થતાં રજા આપવામાં આવી હતી, જ્યારે ૪૭૬ જેટલા દર્દીઓ પૈકી ૩૮૩ દર્દીઓની તબિયત સુધારા પર હોવાનું તેમજ ૬૭ દર્દીઓ ઓÂક્સજન પર હોવાનું અને ૨૬ દર્દીઓ વેÂન્ટલેટર પર હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું.

ફાયરમેનનું મોત અને મહિલા કર્મી કોરોના પોઝિટિવ ઃ ૩૨ને ચકાસણી માટે સ્ટ‹લગમાં મોકલાયા

જીએસએફસી કંપની હવે કોરોના સ્પોટ બનવા જઈ રહ્યું છે. જીએસએફસી કંપનીમાં ફાયર ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા એક પ૮ વર્ષના કર્મચારીનું કોરોના પોઝિટિવમાં મોત નીપજ્યા બાદ વધુ એક ૪૮ વર્ષીય મહિલા કર્મચારીનો કોરોના પોઝિટિવ આવતાં તેણીની પશ્ચિમ વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. કંપનીનના કામદારોનું માનવું છે કે, કામ પર હાજર થતાં સમયે અંદર પ્રવેશ લેતી વખતે ભીડ થતી હોવાથી સ્ક્રિનિંગ યોગ્ય રીતે થઈ શકતું નથી જેમાં ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. કર્મચારીઓની માગ છે કે ફાયર વિભાગના કર્મચારીઓને ફકત સ્ક્રિનિંગ કરવામાં આવ્યા હતા. પરંતુ તેઓની પૂર્ણ ચકાસણી કરવામાં આવે તે બાદ ૩૨ જેટલા કર્મચારીઓને સ્ટ‹લગ હોસ્પિટલમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા.

ટેસ્ટ રિપોર્ટ આવે એ પહેલાં જ ૬૧ વર્ષીય દર્દીનું મોત

વડોદરા. શરીરમાં હિમોગ્લોબિન (લોહી) ઓછું હોવાને કારણે જગતાપ પરિવારના ૬૧ વર્ષીય વડીલબંધુને સારવાર માટે જમનાબાઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જમનાબાઈ હોસ્પિટલના તબીબોએ દર્દીની હાલત જાઈને તેમને સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. તેઓ સયાજી હોસ્પિટલમાં આવ્યા બાદ દર્દીને સારવાર માટે કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા પાંચમા માળે દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન દર્દીને એકાએક છાતીમાં દુઃખાવો ઉપડતાં આઈસોલેશન વોર્ડમાં શિફટ કરાયા હતા. શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાઈ આવતાં તબીબોએ તેમના સેમ્પલ લઈને હોસ્પિટલની કોરોના ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો હતો. ટેસ્ટ રિપોર્ટ આવે એ પહેલાં જ જગતાપ પરિવારના વડીલબંધુનું મોત નીપજ્યું હતું.

આભાર - નિહારીકા રવિયા 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution