વડોદરા, તા.૩ 

પારૂલ યુનિવર્સિટી સોશ્યલ વર્ક ફેકલ્ટી દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધન પર્વની ઉજવણીના ભાગરૂપે ફેકલ્ટીના વિદ્યાર્થીઓ તેમજ પ્રાધ્યાપકો દ્વારા કોવિડ-૧૯ની લડતમાં સીધી કે આડકતરી રીતે ફરજ બજાવી રહેલા કોરોના વોરીયર્સને રાખડી બાંધવામાં આવી હતી.આ ઉજવણી થકી કોરોના વોરીયર્સને નૈતિક આધાર પુરો પાડવા તેમજ તેમના કામની પ્રશંસા કરવાનો મુખ્ય હેતુ હતો.આ પ્રકારની સામાજીક ઉજવણી થકી સમાજમાં સુદ્રઢતા અને એકતાનો સંદેશો ફેલાય છે. ખાસ કરીને હાલના કોવિડ-૧૯ના સમયમાં તેની વધારે અસર થતી હોંય છે.ત્યારે પારૂલ યુનિવર્સિટીના સોશ્યલ વર્ક ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા ઉજવવામાં આવેલ રક્ષાબંધન પર્વથી મેડિકલ,પેરા મેડિકલ સહિતના કર્મચારીઓ જે કોરોના લડતમાં જાેચાયેલા છે તેમનામાં આનંદની લાગણી જાેવા મળી હતી. તેમ પારૂલ યુનિ.ના મેડિકલ ડાયરેક્ટર ડો.ગીતિકા પટેલે જણાવ્યુ હતુ. આભાર - નિહારીકા રવિયા