ગોત્રી હોસ્પિટલના એનેસ્થેસિયા ડીપાર્ટમેન્ટના કોરોના વોરીયર્સ કર્મચારીનું કોરોનામાં મોત
26, મે 2021

વડોદરા

ગોત્રી હોસ્પિટલમા એનેસ્થેસિયા ડીપાર્ટમેન્ટમાં કોન્ટ્રાકટ ફરજ બજાવતા કોરોના વોરીયર્સ સંક્રમિત બન્યા બાદ તેમનું સારવાર દરમિયાન મોપ નિપજયું હતું. મૃતકને હોસ્પિટલમાં જ ગાર્ડ ઓફ ઓનર આપી કોરોનાની ગાઈડલાઈન મુજબ અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર શહેરના સરકારી ગોત્રી હોસ્પિટલમાં એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટમાં કિશોરભાઈ ભગવાનભાઈ સોલંકી ઉ.વ.૪૦ છેલ્લા આઠ દસ વર્ષથી કોન્ટ્રાકટરમાં એનેસ્થેસિયા ટેકનિશીયન તરીકે નોકરી કરતાં હતા. તેઓ તેમની ફરજ દરમિયાન કોરોના સંક્રમિત બન્યા હતા. જેના તેમને ગોત્રી હોસ્પિટલમાં જ કોરોનાનીસારવાર માટે દાખલ થયા હતા. આ સારવાર દરમિયાન કિશોરભાઈને કોરોના ભરખી ગયો હતો. કિશોરભાઈના મોતથી તેમના સહ કર્મચારીઓમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી. તેમની અંતિમ ક્રિયા પૂર્વે હોસ્પિટલ પટાંગણમાં જ ગાર્ડ ઓફ ઓનર આપી કોરોનાની ગાઈડ લાઈન મુજબ કિશોરભાઈની અંતિમ વિંધિ કરવામાં આવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution