શહેરના સ્મશાનોમાં વર્ષોથી ફરજ બજાવતાં જલારામ સેવાશ્રમ ટ્રસ્ટના કોન્ટ્રાક્ટમાં કર્મચારીઓ રાત-દિવસ ફરજ બજાવી રહ્યા છે. હાલ કોરોનાની મહામારીમાં કોરોનાની મૃતદેહોનો નિકાલ ૨૪ કલાક કોન્ટ્રાક્ટના કર્મચારીઓ કરી રહ્યા છે ત્યારે આ કર્મચારીઓએ કોરોના વોરીયસ તરીકેની ગણતરી કરી મળવા પાત્ર આર્થિક લાભોની માગણી કરી કોર્પોરેશનના સત્તાધિશો સમક્ષ આજે વિરોધ નોંધાવ્યો હતો અને પોતાની માગ પુરી કરવામાં નહીં આવે તો કોરોનાના મૃતદેહોના નિકાલની કામગીરી સ્થગિત કરી દેવાની ચિમકી ઉચ્ચારી હતી. 

ટોસીલી ઝુમેબના ત્રણ ઇન્જેક્સનો આપ્યા છતાં પણ જીવ ન બચ્યો

શહેરના વાઘોડિયા રોડ પર આવેલ પુનમ કોમ્પ્લેક્ષ નજીક વલ્લ્ભ વાટીકામાં રહેતાં અને બેંકમાં નોકરી કરતાં શાહ પરિવારના (ઉ.૫૨)મહિલા દર્દીને સામાન્ય તાવ અને ખાંસીની તકલીફ ઉભી થતાં સારવાર માટે વારસિયા વિસ્તારમાં આવેલ પ્રેમદાસ જલારામ હોસ્પિટલમાં ગત તા.૨૫મીના રોજ દાખલ કર્યા હતાં. જ્યાં તેમના નિદાનમાં શરીરમાં ઓક્સિજન ઓછી હોવાનું નિદાન થયું હતું. જેથી તેમને વેન્ટીલેટર ઉપર લેવામાં આવ્યા હતાં. ફરજ પરના તબીબોએ દર્દીઓના સગા પાસે કોરોનાની સારવાર માટે રૂા.૪૦ હજારની કિંમતના ટોસીલી ઝુમેબના ત્રણ ઇન્જેક્સનો મંગાવ્યા હતાં. દર્દીના સગાઓએ આ ઇન્જેક્શનોની વ્યવસ્થા કરી તબીબને આપ્યા હતાં છતાં પણ મહિલા દર્દીનો જીવ બચ્યો ન હતો જેનું દુખ મહિલાના પરિવારજનોએ વ્યક્ત કર્યું હતું.