ભારતમાં કોરોનાની હાઈ સ્પીડ: કેસ 6 લાખને પાર, લોકોએ જાગૃત રહેવાની જરૂર
02, જુલાઈ 2020

દિલ્હી,

ભારતમાં કોરોના વાયરસ નામની ભયાનક ગાડીની બ્રેક ફેઈલ થઈ ગઈ હોય તેવી રીતે દરરોજ હજારોની સંખ્યામાં લોકોને હડફેટે લઈ રહી છે. જેના કારણે ભારતમાં કેસનો આંકડો છ લાખને પાર કરી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૯૧૪૮ નવા દર્દી મળ્યા છે તો ૪૩૪ લોકોના પ્રાણપંખેરું ઉડી જવા પામ્યા છે. જો કે ૩,૫૯,૮૬૦ દર્દીઓ સાજા પણ થયા છે. ભારતમાં પાંચ દિવસમાં ૧ લાખ અને ૧૨ દિવસમાં બે લાખ દર્દીઓ વધી ગયા છે. 

મળતી માહિતી મુજબ ભારતમાં કોરોનાના કુલ કેસ ૬,૦૪,૬૪૧ સુધી પહોંચી ગયા છે તો અત્યાર સુધી ૧૭૮૩૪ લોકોના મોત નિપયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ભારતમાં હજુ પણ ૨,૨૬,૯૪૭ એકિટવ કેસ છે સાથે જ અત્યાર સુધી ૩,૫૯,૮૬૦ દર્દી આ મહામારીને હરાવી ચૂકયા છે. 

 એક જૂલાઈ સુધી દેશમાં કુલ ૯૦,૫૬,૧૭૩ સેમ્પલની તપાસ કરવામાં આવી છે. કોરોના સંક્રમણની અંદાજ એ વસ્તુ પરથી જ લગાવી શકાય છે કે ૧૨ દિવસમાં અંદાજે બે લાખ પોઝિટીવ કેસ સામે આવ્યા છે. 

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. કોરોનાના ફેલાવાની રતારનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે છેલ્લા ૧૨ દિવસમાં અંદાજે બે લાખ પોઝિટીવ કેસ સામે આવ્યા છે. દુનિયાની વાત કરીએ તો વૈશ્ર્વિક મહામારીના કેસે એક કરોડનો આંકડો પાર કરી લીધો છે. કોરોના હવે બેરોકટોક વધતો જઈ રહ્યો છે. અત્યાર સુધી દુનિયાભરમાં પાંચ લાખથી વધુ લોકોના મોત થઈ ચૂકયા છે.

મહામારી પર લગામ મુકવા માટે ભારત સહિત અનેક દેશોએ લોકડાઉન લગાવ્યું હતું આમ છતાં કેસ ઘટવાનું નામ લઈ રહ્યા નથી. ભારતમાં કોરોનાનો આંકડો છ લાખને પાર કરી ગયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે ઓછો મૃત્યુદર અને ૬૦ ટકાનો રિકવરી રેટ સકારાત્મક સંકેત છે. ભારતમાં કોરોનાના કુલ ૬૦૪૯૯૩ કેસ છે તો મૃત્યુનો આંકડો ૧૭૪૭૪ છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલનું કહેવું છે કે રાજધાનીમાં હવે કોરોના કાબૂમાં આવી ગયો છે પરંતુ લોકોએ જાગૃત રહેવાની તાતી જરૂર છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution