અમદાવાદમાં ગંદકી અને રોગચાળો ના વાકરે તે માટે કોર્પોરેશન આવ્યું એકશનમાં, જાણો કેવી રીતે કરશે કામ
12, ઓગ્સ્ટ 2021

 અમદાવાદ-

આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી આ બેઠકમાં આજે વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી છે. આજે 1 કરોડ 55 લાખના કામોને મંજૂરી આપવામાં આવી છે. હાલમાં ચોમાસાની સીઝન છે. મચ્છર અને માખીનો ઉપદ્રવ છે. ત્યારે સોસાયટી બહાર મુકવામાં આવતી સિલ્વર પેટી વિશે ફરિયાદ જીરો અવર્સમાં કરવામાં આવી હતી. અમદાવાદમાં 800 જેટલી સિલ્વર પેટી મૂકવામાં આવી છે. ત્યાં કચરો લેતી વખતે ત્યાં વધુ ગંદકી થાય તેવી અનેક ફરિયાદો આવી હતી. જેમાં આજે સોલિડ વેસ્ટ વિભાગ ને રજૂઆત કરવામાં આવી છે કે આ તમામ વોર્ડમાં જરૂરી સાફ સફાઈમાં ધ્યાન રાખવામાં આવે.

આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સાફ સફાઈ નો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. અમદાવાદમાં અનેક જગ્યાઓ પર સિલ્વર પેટી સોસાયટી બહાર મુકવામાં આવતી હોય છે. કોર્પોરેશનના સફાઈ કર્મીઓ સાફ સફાઈ કરીને કચરો તેમાં નાખી શકે પરંતુ ત્યાં સોસાયટીના રહીશો પણ કચરો નાખે છે. એમ એમ સીની ગાડી કચરો લેવા આવે છે ત્યારે પણ કચરો બહાર પડે છે જે પછી તેની કોઈ સાફસફાઇ થતી નથી જેથી ત્યાં માખી અને મચ્છર વધુ થાય છે. આવી અનેક ફરિયાદો કોર્પોરેશનને મળી છે. જોકે આ બાબતે આજે સોલિડ વેસ્ટ વિભાગને સૂચના આપવામાં આવી છે કે દરેક વોર્ડમાં સાફ સફાઈ યોગ્ય રીતે કરે.

સાફ સફાઈ માટેની ફરિયાદ અગાઉ હેલ્થ અને હોસ્પિટલ કમિટીમાં પણ કરવામાં આવી હતી. ભાજપના જ એક કોર્પોરેટર એ આ બાબતે કમિટીને જાણ કરી હતી કે મેડિકલ વેસ્ટ ભરેલી ગાડી પોતાના વોર્ડમાં છે જે ખાલી નહીં થાય તો રોગચાળો ફેલાય તેવી ભીતિ છે. આ પ્રકારની ફરિયાદ પણ બીજા વોર્ડમાંથી મળે છે. છતાં પણ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી કે ના તો સાફ સફાઈ પર ધ્યાન રાખવામા આવે છે. ડોર ટુ ડોર કચરાના નિકાલ માટે પણ એ લોકો સમયથી આવતા નથી. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution