વડોદરા,તા.૨૬  

વડોદરા મહાનગર પાલિકાની સ્થાયી સમિતિની શુક્રવારે મળેલી મિટિંગમાં આખરે રાજ્ય સરકારના નોટિફિકેશન પછી એડવાન્સ મિલકતવેરો ભરનાર બાબતે તાકીદનો મહત્વનો નિર્ણય લેવાયો છે.જે મુજબ આત્મ નિર્ભર પેકેજ અંતર્ગત સને ૨૦૨૦-૨૧ના એડવાન્સ મિલકત વેરા ટેક્ષની રકમ ભરનાર કરદાતાઓને રહેણાક મિલ્કતોને ૧૦ % વળતરની મુદ્દતમાં ૩૧ મી જુલાઈ સુધી અને કોમર્શિયલ મિલકતોમાં ૨૦ % વળતરની મુદ્દતમાં ૩૧ ઓગસ્ટ સુધી વળતરનો લાભ આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ મુદ્દત ૩૦ જૂને પૂર્ણ થનાર હતી.જેથી હવે રહેણાક મિલકત ધારકોને વધુ એક માસનો અને કોમર્શિયલ મિલકત ધારકોને વધુ વળતર સાથે વધુ બે માસનો લાભ મળશે.તાજેતરમાં સમગ્ર વિશ્વમાં માર્ચ ૨૦૨૦થી કોવિદની મહામારીને લઈને વિકટ સમસ્યા સર્જાવા પામી છે.મોટાભાગના દેશોમાં લોકડાઉનને અને રોગની મહામારીને લઈને આર્થિક ગતિવિધિઓને બ્રેક લાગી ગઈ છે.ત્યારે આ સંજોગોમાં પાલિકાની સામાન્ય સભામાં સંપૂર્ણ માફીને બદલે વિપક્ષની વરવી ભૂંડી ભૂમિકાને કારણે પાલિકાના શાસકો પ્રજાને મહામારીમાં માત્ર દશ ટકા વળતર આપવાનો નિર્ણય લેવામાં સફળ રહ્યા હતા.પરંતુ ત્યારબાદ પણ આની સામે પ્રજામાં વ્યાપક રોષ પ્રવર્તતો હોઈ અને રાજ્યની મહાનગર પાલિકાઓ માટે ચૂંટણીનું વર્ષ હોઈ હચમચી ગયેલી સરકાર દ્વારા આ બાબતમાં વધુ વળતર આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને લઈને પાલિકાની ૧૦ ટકા વળતર યોજનાનો પ્રારંભમાં લાભ લેનારાઓનો ગાડરિયો પ્રવાહ ચાલ્યા પછીથી સરકારની જાહેરાતને લઈને એમાં એકાએક બ્રેક લાગી ગઈ હતી.રાજ્ય સરકારે આત્મ નિર્ભર પેકેજ અંતર્ગત રહેણાક મિલકતોમાં સને ૨૦૨૦-૨૧નો એડવાન્સ મિલકત વેરો ૩૧ જુલાઈ સુધી ભરનારને ૧૦ % રિબેટ આપવા અને કોમર્શિયલ મિલકત ધારકો ૩૧ ઓગસ્ટ સુધીમાં ભારે તો તેઓને ૨૦ % વળતર આપવાનો નિર્ણય લીધો હતો.આ રાજ્યા સરકારે જાહેર કરેલ રાહત પેકેજ યોજના મુજબનું વળતર આપવાને માટે આજની સ્થાયી સમિતિની મિટિંગમાં મહત્વનો સુધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાલિકા દ્વારા સુધારો કરીને જે નવેસરથી પુનઃ સુધારા સાથેનો નિર્ણય સ્થાયીમા લેવામાં આવ્યો છે એમાં નવીન સુધારા સાહની યોજના મુજબ કોઈપણ કરદાતા અથવા મિલકત ધારક જેઓએ પોતાની મિલ્કતનો સને ૨૦૧૯-૨૦ સુધીનો સંપૂર્ણ વેરો ભરપાઈ કર્યો હોય અથવા ૨-૦૧૯-૨૦ સુધીની બાકી વેરાની રકમ વ્યાજ દંડ સહ ભરે અને ૨૦૨૦-૨૧ની એડવાન્સ વેરાની રકમ ભરે એને રહેણાંકની મિલ્કતમાં ૧૦ ટકા અને કોમર્શિયલ મિલ્કતમાં ૨૦ ટકા વળતર આપવા નિર્ણય લેવાયો છે.