અરવલ્લી /નનાનપુર, તા.૨૬ 

ચોમાસાના પ્રારંભે જ માત્ર વરસાદના એક જ ઝાટકે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના ભાખરી યાદી રેલ્વસ્ટેશન સુધી નો ડામરનો રોડ તૂટી ગયો છે અને મોટામોટા ગાબડાં પડી જતાં તમામ વાહનો અને વાહન ચાલકો માટે આ રસ્તો શિરદર્દ સમો બનવા પામ્યો છે.

રેલવે સ્ટેશન ના આ વિસ્તારમાં પ્રાન્ત કચેરી થી માંડી ને મામલતદાર અને તાલુકા પંચાયત સહિતની કચેરીઓ આવેલી છે અને સમગ્ર પ્રાંતિજ તાલુકાના લોકોને આ જ રસ્તે થી ઓફિસોના અને રેલ્વસ્ટેશન વિધુત બોર્ડ જેવી કચેરીઓમાં આવન જાવન કરવાની થતી હોય છે એટલું જ નહીં પણ તલોદ કે વાવડી ચોકડી થી ધનસુરા બારડ કે મોડાસા તરફ જવા પણ આજ રસ્તેથી નાના મોટા વાહનો અને ટર્બા જોડે છે ઉપરાંત મોટાભાગના શૈક્ષણિક સંસ્થાઓ સંકૂલો રેલ્વે સ્ટેશન બાજુ આવેલા છે અને જગતજનની મેલડી માતાજીના ધામે પણ ભક્તો ને જવા આવવા આ જ મેઈન રસ્તો છે ત્યારે રોડ ઉબડ ખાબડ થવાના કારણે તમામને મુશ્કેલી પડે છે તેમજ શિક્ષણ સંસ્થાઓના બાક્ળકોને અને લોકોને અકસ્માતનો પુરો ભય સેવાઈ રહ્યો છે ત્યારે આ રોડની સત્વરે મરામત કરવામાં આવે અને જે કોન્ટ્રાક્ટરે આ રોડ બનાવવામાં આડેડાઈ કરી છે ને હલકી ગુણવત્તાના વારો રોડ બનાવી શેઠ ઉતારી છે તેને જવાબદાર ગણી નુકશાન અને લોકોને પડતી હાલાકી અને થતાં અકસ્માતોમાં જવાબદાર ગણી નાણાં વસૂલ તંત્ર અને સરકારે તાબડતોબ લેવા જોઈએ ની માંગો પણ ઉઠવા પામી છે.