અમદાવાદ કચ્છના મુંદ્રા ખાતેના અદાણી પોર્ટ ખાતે ઉતરેલા રૂા.૨૧૦૦૦ કરોડના માદક દ્રવ્યોમાં હવે તપાસની સોઈ પોર્ટ ભણી પણ જાય તેવી શકયતા છે અને નાર્કોટીક ડ્રગ માટેની ખાસ અદાલતે એ પ્રશ્ન ઉઠાવ્યો છે કે સમગ્ર ડ્રગ છેક આંધ્રપ્રદેશના વિજયવાડાના રહેવાસીઓએ આ ડ્રગ મંગાવવા માટે તેની આસપાસના ચેન્નઈ સહિતના પોર્ટ હોવા છતાં શા માટે છેક મુંદ્રાના અદાણી પોર્ટને પસંદ કરાયું તે પ્રશ્ન ઉઠાવાયો છે..અદાલતે ડિરેકટર જનરલ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સને તે તપાસ કરવા આદેશ આપ્યો કે શું મુંદ્રા- અદાણી પોર્ટ તેના મેનેજમેન્ટ અને તેની ઓથોરીટીને આ કન્સાઈનમેન્ટથી કોઈ ફાયદો થયો છે.

તા.૨૬ના રોજ એડી. ડીસ્ટ્રી. જજ સી.એમ.પરમારે આરોપીઓની રીમાન્ડ અરજી પરની સુનાવણી સમયે એવું મંતવ્ય વ્યક્ત કર્યુ કે આ કન્સાઈનમેન્ટ- અદાણી પોર્ટ પર ઉતારવામાં ભૂમિકાની તપાસ થવી જાેઈએ.મોટો જથ્થો પોર્ટ પર આવ્યો છતાં પોર્ટ ઓથોરીટી કેસ અંધારામાં રહી હતી! શું તેને કઈ લાભ થયો છે? અદાલતે આ પ્રકારના કન્ટેનર્સમરાં ચકાસી તથા તેના ડિલીવરીની સમગ્ર પ્રક્રિયાની તપાસ કરવા જણાવ્યું હતું. અદાલતે કહ્યું કે આ ્ર પ્રકરણમાં અનેક મુદાઓ છે.  જેની તપાસ જરુરી છે.વિજયવાડા અને મુંદ્રા પોર્ટ વચ્ચે આટલું અંતર હોવા છતાં કેમ આ પોર્ટ પર જ કન્સાઈનમેન્ટ ઉતારવાનું પસંદ કરાયું તે પ્રશ્ન છે.